________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
voy
અધ્યાત્મ મહાવીર મારા હલનચલનથી માતાને દુખ, પીડા, અશાતા થાય છે તે કેમ થવા દઉં?—એમ વિચાર કરી આપ એક ખૂણામાં સ્થિર રહ્યા. તેથી શ્રી ત્રિશલા ક્ષત્રિયાણું રાજ્ઞીના મનમાં શંકા થઈ: “અરે! પૂર્વે મારો ગર્ભ હાલત હતા, સ્પંદતા હતા અને હાલ સ્પદ નથી. અરે શું, મારા ગર્ભનું કેઈએ અપહરણ કર્યું છે? વા મરણ પામ્યા ? વિદેહી શ્રી ત્રિશલા રાણું ત્યારે ઘણે શેક કરવા લાગ્યાં: “અહા ! જ્યારથી મારા ઉદરમાં ત્રિભુવનપતિએ વાસ કર્યો છે ત્યારથી મારે આત્મા અત્યંત આનંદેલાસમાં હત્ય કરે છે. મારો ગર્ભ હાલતાચાલતો નથી તેનું શું કારણ હશે ? શું પૂર્વભવમાં માતાઓથી બાળકના વિગ કરાવ્યા હશે? વા શેડ્યોના દ્વેષથી કામણટ્રમણ, મંત્રૌષધિથી ગર્ભ પડાવ્યા હશે? અથવા પૂર્વ ભવમાં નાનાં બાળકોને મારી નંખાવ્યાં હશે? અથવા ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભને ત્રાસ થાય એવાં કર્મ કર્યા હશે! અથવા કઈ સ્ત્રીનાં લઘુ બાળકનું હરણ કરાવ્યું હશે? અથવા બાળકોને મારી નાખ્યાં હશે? અથવા મારી નંખાવ્યાં હશે? અરે! શું મેં ગર્ભવતી સ્ત્રીઓને મારી નંખાવી હશે? અથવા પશુઓની સ્ત્રીઓનાં બચ્ચાંઓને વિગ કર્યો હશે કે કરાવ્યો હશે? અથવા પશુ બચ્ચાઓને જન્મતાં
જ મારી નાખ્યાં હશે? અથવા પંખીઓનાં બચ્ચાંવાળા માળાઓને તેડી નાખ્યા હશે? અથવા પંખીએાનાં બચ્ચાંઓને માતાથી વિચગ કરાવ્યું હશે અથવા મારી નાખ્યાં હશે? અથવા સાધુસંતોની નિદાહેલના કરી હશે? મેં પૂર્વજન્મમાં કયું પાપ કર્યું તે ઉદયમાં આવ્યું હશે?' એ પ્રમાણે શેકસાગરમાં નિમગ્ન થયેલી ત્રિશલા રાણી સંતાપ કરે છે. તે વખતે તેમની સખીઓ પાસે આવી પૂછવા લાગી કે, “શ્રીમતી ત્રિશલારાણી! અત્યારે કેમ શેક કરે છે? આપના ઘેર પ્રભુ જન્મવાના છે અને આપ શેક કેમ કરે છે? આપના ગમે તે કુશળ છે ને ?” સખીઓને શ્રી ત્રિશલારાણીજી કહેવા લાગ્યા કે, “જે ગર્ભને કુશળ હોય તે પછી મારે અકુશળ બીજું કયું છે? મારો ગર્ભ પર્વે હાલત હતા અને હવે હાલતે
For Private And Personal Use Only