________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૪
અધ્યામ મહાવીર કાયાને જે જે અંશે ભેગ આપે છે તથા સત્તા, લક્ષ્મી, બળને જે જે અંશે ભેગ આપે છે તે તે અંશે ત્યાગી છે.
ગુણ વિના વેષ કે આચારમાત્રથી સત્યત્યાગની પ્રાપ્તિ થતી નથી. જે જે અંશે ઉપાધિ ન વેદાય અને આત્માના જ્ઞાનાનંદની પ્રાપ્તિમાં ઊભી થનારી અડચણોને દૂર કરાય છે તે અંશે ત્યાગ છે. પિતાના અમાના પ્રકાશ માટે અને અન્ય લોકોની આત્મિકત્તતિ અર્થે જે જે આત્મભેગ આપવામાં આવે તે ત્યાગ છે. દુર્ગુણેને ત્યાગ તે ત્યાગ છે. આત્મા વિના અન્ય જડ વસ્તુઓમાં ઉપગથી ખપ પ્રમાણે નિરાસક્તિએ વર્તવું તે ત્યાગ છે. અપકૃત્ય કમને ત્યાગ તે ત્યાગ છે. ષષ્ટિ અને નિંદાને ત્યાગ તે ત્યાગ છે. અસદ્ધર્મને ત્યાગ તે ત્યાગ છે. શરીરમાં આત્મબુદ્ધિને ત્યાગ તે ત્યાગ છે. જે કાળે, જે ક્ષેત્રે મારા સંઘાદિક માટે જે જે વસ્તુઓને ત્યાગ કરે પડે તે ત્યાગ છે. હાનિકારક દુષ્ટ રૂઢિબંધને ને ત્યાગ તે ત્યાગ છે. સર્વ પ્રકારના સંબંધમાં આત્મસાક્ષીએ નિલેષપણે વર્તવું તે ત્યાગ છે. અશભભાવને ત્યાગ તે ત્યાગ છે. મારામાં સર્વસ્વાર્પણભાવ કરીને વર્તવું તેના જેવો અન્ય કઈ મહાભાગ નથી.
જેઓ જવું, મરવું આદિ સવ ભાવોને મારામાં કાપીને મારા અનન્ય ભક્ત બને છે તે ગૃહસ્થ અને ત્યાગીઓ મારા જેવા મહાપ્રભુ બને છે તથા છેવટે તેઓ મારાથી અભેદભાવને પામે છે. લોકો જે જે સાંસારિક કામનાની સિદ્ધિ માટે મને ભજે છે તે તે લેકેની તે તે કામનાઓ સફળ થાય છે. સકામભાવનું મને આરેપિત સ્વાર્પણ કરીને મને જે ભજે છે તેઓ તેઓના સ્વાધિકાર સર્વ કર્મો કરવા છતાં આતરત્યાગને પામે છે. મારી સેવા–ભક્તિ–ઉપાસનામાં ત્યાગધર્મ પ્રગટતો જાય છે. મારા ઉપદેશેલા ધર્મને પ્રચાર કરવામાં ગૃહસ્થાવાસનો ત્યાગ કરનારા ભક્તો અનંતગણું કાર્ય કરી શકે છે અને તેથી ગમે તેવા દેશોને
For Private And Personal Use Only