________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨
અધ્યાત્મ મહાવીર
અને વિત્તાદિકને ક્ષણિક સમજે છે તે મારા પર–આત્મા પર પ્રેમ અને શ્રદ્ધા ધારણ કરી શકે છે. વિત્તાદિક પર સ્વપ્નમાં પણ રાગ ન થાય ત્યારે ત્યાગમાર્ગમાં સિદ્ધપણું પ્રાપ્ત થાય છે..
પરિહની વસ્તુતઃ અસારતા છે. પરિગ્રહ માટે મહી મનુષ્ય મરી જાય છે, પરંતુ ધનાદિક પરિગ્રહ તે મહી મનુષ્ય માટે મરતે નથી અને તેઓની સાથે જ નથી. પરિગ્રહની મમતાએ છ એકબીજાનાં ખૂન કરે છે અને માતાપિતાદિકના પણ વૈરી બને છે. શ્રીકૃષ્ણ વાસુદેવે પાંડ અને કીરનું સમાધાન કરવા માટે દુર્યોધનને છેવટે પાંચ ગામ આપવા સમજાવ્યું, પરંતુ દુર્યોધને રાજ્યપરિગ્રહની મમતાથી કૃષ્ણ અને વાસુદેવનું કહ્યું માન્યું નહીં. તેથી પાંડ અને કૌનું મહાયુદ્ધ થયું. તેમાં કૌરવોને ક્ષય થયે. પરિમહની મમતાથી જે અન્યાયે, જુલ્મ, ખૂન, યુદ્ધ અને દ્રોહ કરી પાપકર્મથી ભારે થાય છે. લેકે પરિગ્રહવૃદ્ધિની મમતાથી અનેક પાપસ્થાનકોને સેવે છે અને બ્રહ્મહત્યાદિ પાપિ કરવાથી અત્યંત પાપને બંધ કરી દુર્ગતિમાં જાય છે. ભારત રાજા અને બાહુબલિનું દેશપરિગ્રહ માટે–રાજ્યપરિગ્રહ માટે યુદ્ધ થયું. શ્રી ભદેવ પ્રભુના અઠ્ઠાણુ પુત્રનું ભરત રાજાએ રાજ્યગ્રહણ કર્યું. એ અઠ્ઠાણુ પુત્ર શ્રી ઋષભદેવ પ્રભુ પાસે ફરિયાદ કરવા ગયાં અને પ્રભુના ઉપદેશથી ત્યાગી બન્યા. મિથુનસંજ્ઞા પરિગ્રહમેંહ અને ધનસંજ્ઞા પરિગ્રહ મેહથી જીવે અધમ્ય અને અન્યાય પાપમાર્ગમાં પ્રવૃત્તિ કરી ઘેર અંધકારમાં પ્રવેશ કરે છે. '
. . ધનના મેહથી દુનિયામાં સર્વ જાતનાં પાપ થાય છે. એવું એક પાપ નથી કે જે ધનના મેહથી ન થાય. અવિવેક અને અન્યાયથી લક્ષ્મી ભેગી કરવા કરતાં મૃત્યુને શરણ થવું ઘણું સારું છે. મેહ સમાન કેઈ દુશમન નથી. મનમાં મોહ પ્રગટયાની સાથે અનેક દુર્ગણરૂપ શત્રુઓ મનમાં પ્રવેશ કરે છે. કોઈના પર જુલમ કરીને, ચોરી કરીને, વિશ્વાસઘાત કરીને યા અન્ય બીજી રીતે
For Private And Personal Use Only