________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ-સંયમનું સ્વરૂપ
૩૮૧ જ્યાં જ્ઞાન છે ત્યાં સહેજે મેહનો ત્યાગ છે. મેહ ત્યાગ એ જ વાસ્તવિક ત્યાગ છે. બાહ્ય ત્યાગ અને મન ત્યાગના અસંખ્ય ભેદ છે અને બાહ્યો પાધિના ત્યાગના તેમ જ મનાવૃત્તિમાં રહેલા મિહના ત્યાગના તરતમાગે અસંખ્ય પ્રકારના ત્યાગીએ છે.
શુભાથે પરિગ્રહ કરો અને શુભ માર્ગમાં વાપરવે તે શુભ પરિગ્રહ છે. પાપથી પરિગ્રહ કરે તે પાપપરિગ્રહ છે અને પાપમાગે વાપરે તે અશુભ પાપ પરિગ્રહ છે. કુટુંબાદિક માટે દેશ, રાજ્ય, ભૂમિ, વ્યાપાર, ઘન, અન્નાદિકના સંગ્રહની ઉપયોગિતા છે, પણ તેમાં આસક્તિ ન રાખવી અને તેને પિતાના માટે તથા અન્ય લેકે માટે દુરુપગ ન કરે.
- દુનિયામાં જે કર્યા વિના ચાલતું નથી તે કરવું પડે છે, પરંતુ તેમાં નિરાસક્તિએ વર્તવું. બાહ્ય ત્યાગ તથા આંતર ત્યાગ જે બલાત્કારથી, હઠથી, આત્મરુચિ વિના થાય છે તે તેથી પતિત થવાનું થાય છે. માટે આમ્રફલ જેમ પાકીને હેઠે પડે છે તેમ જ્ઞાનથી મન પાક્યાથી સ્વયમેવ સત્ય ત્યાગ પ્રગટે છે.
અપ્રશસ્ય ત્યાગ કરતાં પ્રશસ્ય ત્યાગ અનંતગુણ શ્રેષ્ઠ છે. અપ્રશસ્ય પરિબ્રહ કરતાં પ્રશસ્ય પરિગ્રહ અનતગુણ શ્રેષ્ઠ છે. પરિબ્રહમાં અપરિગ્રહબદ્ધિ થતાં પરિગ્રહ રહેતો નથી. જમી, જ્ઞાની, ભક્તો પરિગ્રહનો સદુપયેગ કરે છે, માટે તેઓની પાસે પરિબ્રહ સારા માટે છે. અજ્ઞાની, અધમ, હિંસક, અભક્ત, દુષ્ટ, પાપીઓની પાસે જે પરિગ્રહ છે તે બૂરા પાપકાર્ય માટે થાય છે. માટે તેઓની પાસે પરિગ્રહ બૂરો છે. જેને પરિગ્રહથી મેહ, કામ, ક્રોધાદિ કષાયે પ્રગટતા નથી તેને પરિગ્રહ નડતું નથી અને તે પરિગ્રહથી દેશ, સંધ, રાજ્ય, કુટુંબ, વર્ણનું શ્રેય સાધી શકે છે.
જેને વિજ્ઞાદિક પર અત્યંત રાગ છે તે માટે રાગી થઈ શકતું નથી. જે વિત્તાહિકને ન્યાય અને પ્રામાણિક્તાથી સંaહે છે
For Private And Personal Use Only