________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦
અધ્યાત્મ મહાવીર
-
-
-
-
-
-
-
-
----
રનનો મેરુપર્વત જેટલો ઢગલો કરીને તે પર જેને બેસાડવામાં આવે તેને જે તે મૃત્તિકારૂપ ભાસે અને તેથી રાગ-મમતઆનંદ ન થાય, તે તેને રાગ અને ત્યાગ એ બે મનના ધર્મ નષ્ટ થયેલા જાણવા. આત્મજ્ઞાનીઓ મનના રાગ અને ત્યાગથી ન્યારા હોય છે. તેથી તેઓ જ્ઞાનથી એગ્ય લાગે તેમ પ્રવર્યા કરે છે. આજીવિકાદિના સાધનોની મારા ગૃહસ્થ ત્યાગી ભકતોને જરૂર છે, ‘પણ તેમાં મૂંઝાતા નથી અને તેઓ વાધિકારે પ્રવર્યા કરે છે. મારા ગૃહસ્થ અને ભાગી ભક્તો મારે ઉદ્દેશ ધ્યાનમાં રાખી અસત એવા ધન, વાસ વગેરેમાં મૂંઝાયા વિના શુદ્ધ પ્રેમથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી એગ્ય સ્વાધિકારે પ્રવર્તે એ જ તેઓને મારી આજ્ઞા છે. ગૃહસ્થ અને ત્યાગીઓ મૂંઝાયા વિના જેટલી પિતાની દિશા હોય તે પ્રમાણમાં યથાભાવ અને યથાશક્તિથી સ્વતંત્રપણે વતે છે અને ભવિષ્યમાં વર્તશે તેમાં મારી આજ્ઞા અને શ્રદ્ધા-પ્રીતિ છે એમ જાણુ.
જ્ઞાન વડે-મુનિમણું હોય છે, પણ આભશત, વિના જંગલમાં વાસ કરવાથી કે નગ્ન રહેવાથી ત્યાગીપણું પ્રાપ્ત થઈ શકતું નથી: યાનમાં રહેવા માટે તથા વિશ્વના લેકેને પ્રતિબોધવા માટે અપ્રતિબદ્ધ થઈ ફરવું તે જ્ઞાનીઓને ત્યાગ છે. અને તે અપેક્ષિક યાગ છે. આત્મજ્ઞાનીઓને રાગ અને ત્યાગ બનને નથી, પરંતુ અન્ય લકે જ્ઞાનીઓની બાહરની અપ્રતિબંધદશા દેખીને તેમાં ત્યાગભાવના કહપે છે. તે વિશ્વના લેકેને જે અંશે ઉપગી થાય છે તે અંશે તે સાર્થક છે. આત્મામાં રાગ અને ત્યાગ બને વસ્તુતઃ નિશ્ચયદષ્ટિથી નથી. તેથી બન્નેથી આત્માને ન્યારો અનુભવ અને બન્નેમાંથી–આસક્તિ અને અહંવૃત્તિને ઉઠાવી લેંવી. સાધ્યદષ્ટિએ અનાસક્તિએ અપરિગ્રહદષ્ટિએ વર્તવું એ જ મારા ભક્ત ગુહસ્થાને ઉપદેશ છે, એમ શ્રીમતી યશોદા મહાદેવી! જાણ.
For Private And Personal Use Only