________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગસંયમનું સ્વરૂપ
- શ્રીમતી યશદાદેવી! મારા પર શ્રદ્ધા રાખવાથી અને મારી આજ્ઞા પ્રમાણે વર્તવાથી પરમ શૌચરૂપ જિનધની પ્રાપ્તિ થાય છે. તેથી જેનો સ્વયં જિને, અહંતે, જીવન્મુક્ત, વૈદેહીએ તરીકે પ્રગટ થઈ વિશ્વનું કલ્યાણ કરે છે. અપરિગ્રહ-અકિંચન ધર્મ
જે આત્મરૂપ નથી તે આત્મદષ્ટિએ દેખતાં અસત છે. સુવર્ણ વગેરે અનેક પ્રકારના વિત્તમ અસતપણું છે. પરભવમાં જતાં મૃત્યુની સાથે જર અને જમીન જતાં નથી. આજીવિકાની ષ્ટિએ તેની જરૂર છે, પરંતુ તે વિના ચાલી શકે છે. ત્યાગીઓને ત્યાગમાર્ગમાં ધન છતાં ધનનો મેહ મહાવિદનરૂપ છે. શરીરને અન્નવસ્ત્રની જરૂર પડે છે, પરંતુ ધનના પરિગ્રહ વિના ત્યાગ ભાગમાં ચાલી શકે તેમ છે. પરિગ્રહ છતાં જેના મનમાં મમતા નથી અને ધનાદિક પરિગ્રહ જતાં જેના મનમાં તલભાર ક્ષણમા પણ શોક વેદા નથી તે સર્વ વિશ્વને પરિંગ્રહ કરે છે તે પણ અપરિગ્રહી છે
જેની પાસે જે પરિગ્રહ છે તે પિતાના માટે ન્યાયસર વાપરવા માટે છે અને અન્ય લેકેના દુઃખ નિવારણાર્થે વાપરવા રાખેલ છે. તે તે ફક્ત એક વહીવટ કરનાર રાજાના ભંડારી જે છે. જેને ધનાદિક પરિગ્રહ છોડતાં આંચકો આવતો નથી અને જે અન્ય લોકોને સહાય કરવામાં દાન કરે છે તેને મમતા નડતી નથી. શરીર ઉપર અને ઇન્દ્રિય પર મૂછ-મમતા જેને નથી તે બાહ્ય પરિગ્રહી છતાં અપરિગ્રહી છે.
જે સંસારમાં ગૃહસ્થાવાસમાં રહે છે પણ મને પદ્મ સર્વસ્વાર્પણ કરીને રહે છે અને મારામાં મન રાખીને મને તરફથી વહીવટ કરવાની પેઠે ભાવ રાખીને પ્રવર્તે છે તેને પ્રતિ શહ વ અપરિગ્રહ જેવું કશું કંઈ હોતું નથી.
For Private And Personal Use Only