________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૩
ત્યાગ-સંયમનું સ્વરૂપ નથી. મન, વાણી, કાયાથી સત્ય આચરનાર શરીરથી ગમે તેવા ગદે હેય તે પણ તે મહાપવિત્ર છે. જલથી ફક્ત શરીરને મેવ નાશ પામે છે, પણ સત્યની પ્રવૃત્તિ વિના શરીર પવિત્ર થઈ શકતું નથી. અસત્યની પ્રવૃત્તિથી શરીર પવિત્ર થઈ શકતું નથી. શરીરથી પાપકર્મોને કરતાં ગંગા આદિ નદીઓથી શરીરના અણુઓની પવિત્રતા કરી શકાતી નથી. પવિત્ર નદીએથી દેશ, કામ, જીરસમૂહને ઘણો લાભ મળે છે, પણ જેઓ અસત્ય પાપમાર્ગમાં પ્રવને છે તે તે દેશ, સંધ, રાજ્યાદિકને ઊલટા હાનિ કરનારા થાય છે પાપકર્મોનો ત્યાગ વિના. દારૂ, માંસ, વેશ્યાગમન, વ્યભિચાર, હિંસાકર્મ વગેરેના ત્યાગ વિના શરીરની પવિત્રતા સિદ્ધ થતી નથી. અસત્યથી ઈન્દ્ર, ચંદ્ર,નાગેન્દ્રની પદવીઓ, ઋદ્ધિએ, મેરુપર્વત જેટલા સુવર્ણ અને રત્નના ઢગ મળતા હોય તો તેને લાત મારવી અને તેના સામું પણ જેવું નહીં. સત્યથી તૃણની ઝૂંપડીમાં વાસ કરવાને મળતું હોય તે તે પસંદ કરો અને દાણુ વીણી ખાઈને પણ જીવવું પસંદ કરવું.
કેઈના શરીરના રૂપમાં મેહ ન પામવે, પણ તેની સત્યપ્રવૃત્તિથી દેહ પામવે. સત્યવાદી મનુષ્યની લાતે ખાવી સારી છે, પણ અસત્યવાદીઓએ આપેલું અમૃત, આદરસત્કાર ખરાબ છે. સત્યમાં મરવું અનંતગણું શ્રેષ્ઠ છે, પણ અસત્ય વર્તનથી જીવવું તે અનંતગણું ખરાબ છે. સત્ય વર્તન તે જ ખરું પ્રામાણ્ય છે. સત્ય વર્તનથી અસત્યને નાશ થાય છે. તેથી પિતાને, સંઘને, કમને, રાજ્યને અને કુટુંબ વગેરે સર્વને લાભ મળે છે અને પરંપરાએ અશાંતિને નાશ થાય છે.
સત્યની કહેણી હેય પણ રહેણી ન હોય તે તેથી આત્મબળની પ્રાપ્તિ થતી નથી. અસત્યને ત્યાગ કરવામાં અને સત્ય, અંગીકાર કરવામાં કદાપિ જંગલમાં વાસ થાય છે તેથી જરામાત્ર કરવું નહીં. સત્ય એ પ્રકાશ છે અને અસત્ય ઘોર અંધકાર છે,
For Private And Personal Use Only