________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૧
ત્યાગ-સંયમનું સ્વરૂપ
હૃદયમાં રહેલા મહાવીર પ્રભુને પુરુષાર્થથી સર્વત્ર પ્રકાશ કર. પુરુષાર્થથી અસપુરુષાર્થને ત્યાગ થાય છે. પુરુષાર્થના જાગવાની સાથે સત્કર્મ પણ જાગે છે. જેને પુરુષાર્થ ઊંઘે છે, તેનું કામ પણ ઊંઘે છે. પુરુષાર્થ વિનાના મનુષ્યો વિશ્વમાં જીવી શકતા નથી અને અન્યને જિવાડી શક્તા નથી. પુરુષાર્થથી અનંત અશુભ કર્મોનો કાચી બે ઘડીમાં નાશ થાય છે. જેઓ કેફી વસ્તુઓનાં પીણાં પીને ઊંધ્યા કરે છે તેઓ વિશ્વમાં આત્મકલ્યાણ કરવા સમર્થ થતા નથી,
ઉદ્યમ સમાન કોઈ વિર નથી. અશક્ત અને નિરુદ્યમીઓને વિશ્વમાં સ્વતંત્ર શક્તિમંત થવાને અધિકાર નથી. જે લોકે પુરુષાર્થ સામું પગલું ભરે છે તે મારા સામું પગલું ભરે છે. જેઓ પુરુષાર્થ પર વિશ્વાસ રાખે છે તેઓ મારા પર વિશ્વાસ રાખે છે. જે કંઈ ને કંઈ પુરુષાર્થથી કાર્ય કરે છે તેઓને અન્ય દુષ્ટ લેકે પીડા કરી શકતા નથી. ગમે તેવા પ્રતિકૂલ સંચગોમાં જેઓ હિંમતથી પુરુષાર્થ કરે છે તેઓ અને સાધ્યને સાધે છે અને લાખે વિદનેમાંથી પસાર થાય છે. સત્પરુષાર્થ એ જ મારી કૃપા અને પ્રીતિ છે. તેને જે અવલંબે છે તેઓ મારી કૃપા, પ્રીતિ અને સહાયને અવલંબે છે અને તેથી તેઓ તૃણના જેવા હોય છે તે પણ મેરુ જેવા મોટા બને છે. પિતાનાં ધમ્ય સ્વાર્થિક કાર્યો કરવામાં અને અન્યનાં કાર્યો કરવામાં પુરુષાર્થ ઉપયોગ કરે છે તેઓ દુખસાગરને તરી જાય છે. પુરુષાર્થથી સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે.
સપુરુષાર્થ કરતાં ખેદ, ભય, લજજા, ભીતિ, કાપવા વગેરે દુર્બળતાને ત્યાગ કરે અને દુર્ગણ ટેને નાશ કરે. જેએ પ્રામાણિકપણે પુરુષાર્થ કરે છે તેઓ આગળ ને આગળ પ્રગતિમાર્ગમાં ચાલ્યા જાય છે. તેઓને કઈ રોકવા સમર્થ ધતું નથી
મિક્ષાર્થે સ્વાધિકારે વર્ણાદિક કને પુરુષાર્થ તરૂપ છે.
For Private And Personal Use Only