________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
અધ્યાત્મ મહાવીર
તેઓ વરાતઃ મારે જ વિનય કરે છે. બઘાયંતરે અનેક પ્રકારના વિચરી જે જે ઉત્તમ અને શ્રેષ્ઠ ભક્તો હોય તેઓની સેવાચાકરી કરવી. દેવ-ગુરૂના વિયાવૃત્યથી અનંત પાપને ક્ષય થાય છે અને અનંત પુણયને બંધ થાય છે તથા અનંત કર્મની નિર્જરા થાય છે. સાધુ, સાગવી વગેરે ચતુર્વિધ સંઘની સેવાચાકરી કરવાથી અલઝ્મ અને દુઃપ્રાપ્ય વસ્તુઓની વહેલી પ્રાપ્તિ થાય છે. માતાપિતા અને વૃદ્ધજનોની સેવાચાકરી કરવી તે વૈયાવૃત્ય તપ છે. નિષ્કામ ભાવે સેવાચાકરી કરવાથી ભક્તિની પ્રાપ્તિ થાય છે.
સર્વ પ્રકારનાં તપમાંથી જેને જે રૂચે તે તપ કરવાથી તે -ઘાભાવને અર્થાત્ મુક્તિપદને પામે છે. સેવાથી જે કંઈ જ્ઞાન મળે છે તેનાથી આમાની પૂણ દશાને પ્રકાશ થાય છે. સેવા કરવામાં આભગ આપે પડે છે તેના કરતાં સેવા કરનારાઓ અનંતગણું ફળ પામી શકે છે.
ગુરુઓ અને સાધુઓની ભેજનાદિથી સેવાચાકરી કરી તેમની પ્રસન્નતા મેળવવી. મારી આજ્ઞા પ્રમાણે જે લેકે સાધુ વગેરેની વૈયાવચ્ચ કરે છે, મહાસંઘની વૈયાવચ્ચ કરે છે તેઓ અનંત પરમાનદ પદ પ્રાપ્ત કરે છે.
આત્મબળની પ્રાપ્તિ થાય એવી સેવાચાકરી કરવામાં પ્રવૃત્ત થવું. આમાની શક્તિઓ જેઓની પાસેથી મળે તેઓની સેવાચાકરી કરવી. જેના ધડ પર શીષ ન હોય અર્થાત જેઓ મરજીવા અને છે તે મારી સેવામાં તત્પર બની શકે છે. કૂતરાથી ભસવું અને આ ફાક એ બે કાર્યો સાથે થઈ શકતાં નથી, તેમ મારી સેવાચાકરી કરવી અને જરા માત્ર મહેનત, થાક, આત્મભોગ ન હવે એ બની શકે જ નહીં. વિશ્વના સર્વ જેમાં મને દેખીને જે વિશ્વના સર્વ જીની સેવાચાકરી કરે છે તેઓ મારી જ સેવાઅકસીરૂપ તપ કરે છે
For Private And Personal Use Only