________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ-સંયમનું સ્વરૂપ
૩૬૩ તેઓને સહાયક થાઉં છું.
સકામ તપ કરતાં નિષ્કામ તપ અનંતગુણ ઉત્તમ છે. લોકે જેવા જેવા ભાવથી તપ કરે છે તેવા તેવા ભાવથી તેવા ફળને તેઓ પામે છે. મને વૃત્તિઓને સંક્ષેપ કરવો તે વૃત્તિક્ષેપ તપ છે. રસની લોલુપતાને જેમ બને તેમ ઓછી કરવી તે રસત્યાગ તપ છે. કાયાને દુઃખ પડે પણ કાયા દ્વારા ધાર્મિક કાર્યો કરવાં તે કાયકલેશ તપ જાણવું. કાચબે જેમ મૃત્યુ કે ભય જેવા પ્રસંગે અપાંગોને સંકેચી નાખે છે તેમ મોહ અને કામવિકારથી પ્રેરાઈને અયોગ્ય અધમ્ય રીતે વિષ તરફ દેડતા મન તથા ઈન્દ્રિોને સંકેચી લેવી, તાબામાં રાખવી અને આત્મામાં મનને લીન કરવું તે સંતનના તપ છે મન, વાણી, કાયાની શુદ્ધિ માટે કૃત પાપકર્મોનાં અનેક પ્રકારનાં પ્રાયશ્ચિત્ત કરવાં તે પ્રાયશ્ચિત્ત તપ છે. ગુણી, ત્યાગી, ગુરુ, સાધુ, સૂરિ, ઉપાધ્યાય, લાન, લઘુ, વૃદ્ધ, જ્ઞાની, સંત આદિ ઉત્તમ મહાપુરુષને વિનય કરો, તેઓને પગે લાગવું અને તેમને ઉચિત વિનય કરે તે વિનય તપ છે.
સર્વ ધર્મનું મૂળ વિનય તપ છે. વિનયથી વૈરીઓનાં વૈર નાશ પામે છે. વિનયથી સર્વ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય છે. વિનયથી ગુપ્તવિદ્યા અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, પરંતુ તેવાં જ્ઞાન કે વિદ્યા બીજા ધન આદિના દાનથી મળતાં નથી. વિનયથી દેવ અને ગુરુની પ્રસન્નતા મેળવાય છે અને તેથી કાચી બે ઘડીમાં છેવટે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. વિનયથી અહંકારનો નાશ થાય છે. વિનયથી મારી પ્રાપ્તિ થાય છે. આદર-સત્કાર, બહુમાન, નમસ્કાર, પૂજ્યબુદ્ધિ, નમ્રતા, ગુણગાન, સેવાચાકરી વગેરે વિનય છે. વિનયથી દેવ-ગુરુ-સંતની કૃપા મેળવાય છે અને તેથી લાખે ભવે થનારી સિદ્ધિની તરત પ્રાપ્તિ થાય છે. વિનયથી વિવેકની પ્રાપ્તિ થાય છે, વિવેકથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને તેથી મેક્ષ થાય છે.
મન, વાણી, કાયાથી જેઓ મારા ભક્તોનો વિનય કરે છે
For Private And Personal Use Only