________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬ર
અધ્યાત્મ મહાવીર નિર્ધન, અશક્ત, રોગીઓને બનતી સહાય માટે હાદિકથી ઉપકાર કરવો એ તપ છે. મારા ધ્યાનમાં મસ્ત રહેવું એ તપ છે. આઠ વર્ષથી પ્રારંભીને બાર વર્ષ પર્યન્ત બ્રહ્મચર્ય ધારી વિદ્યાભ્યાસ કરે એ તપ છે. નિષ્કામભાવે સર્વ નિત્યનેમિત્તિક કર્તવ્ય કાર્યો કરવાં એ તપ છે. સત્ય, ધાર્મિક, પારમાર્થિક કાર્યો માટે પ્રિય વસ્તુએને ત્યાગ કરીને પ્રવૃત્તિ કરવી તે તપ છે. ઔપચારિક ધર્મ માટે પ્રવર્તવું તે ઔપચારિક તપ છે. આત્માની ઠેઠ નજીકમાં મનનું ધારણ કરવું એવી અધ્યાત્મ પયાગવૃત્તિને અધ્યાત્મ ઉપધાન તપ કહે છે. ચંદ્રની પેઠે શીતલતા ધારી શાન્ત થવું તે ચંદ્ર તપ છે. સૂર્યની પેઠે આત્મજ્ઞાનથી પ્રકાશિત થવા આત્મ પગમાં રહેવું તે જ્ઞાન તપ છે. આત્મસુખ માટે આભમહાવીરમાં લયલીન બનવું તે આત્મસુખ તપ જાણવું. અનેક પ્રકારે સર્વ લોકોના શ્રેય માટે પ્રવર્તવું તે શ્રેયત૫ જાણવું. આત્માને નિર્ભય સ્વતંત્ર અનુભવ તે નિર્ભય તપ જાણવું. આત્માના સન્મુખ મન કરવું અને જડ પદાર્થોમાં ક્ષણિક સુખના રસિયા ન બનવું તે અત્યંતર તપ જાણવું. | સર્વ જીવો પર ઉપકાર કરે તે ઉપકાર તપ છે. ઇન્દ્રિયની શક્તિઓ જે જે રીતે ક્ષીણ થતી હોય તે તે રીત કે પ્રવૃત્તિને અટકાવવી અને ઈન્દ્રિય પર કાબૂ રાખવો તે ઈન્દ્રિયતપ છે. મારા નામનું મનમાં સ્મરણ કરવું તે જાપસ્મરણ તપ છે. ગરીબ, અંધ, પંગુ, નિરાધાર, જીને યથાયોગ્ય સહાય કરવી તે અનુકંપા છે અને તે માટે દુઃખે પડતાં સહેવાં તે અનુકંપા તપ છે.
તમે ગુણ તપ અને રજોગુણ તપ કરતાં સાત્વિક તપ અનંતગણ ઉત્તમ છે અને આત્માની વહેલી પ્રાપ્તિ થાય છે. મારી કૃપા એ જ સાત્વિક તપ છે. સાત્વિક તપ, જ્ઞાન એ જ મારી કૃપારૂપ છે. જે લેકે મારા પર પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ રાખીને અન્ય લેકેજ અપરાધને જતા કરે છે તેઓને તેઓની ઉન્નતિ કરવામાં હું અણુધારી સહાય આપું છું અને તેઓ નથી ધારી શકતા તે માર્ગે
For Private And Personal Use Only