________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ-સંયમનું સ્વરૂપ
૩૬૧ ત્યાગી, સંયમી, સંતે મર્યા બાદ નિશ્ચયથી શુદ્ધાત્મમહાવીરપદને પામે છે.
જેઓ સર્વ પ્રકારની બૂરી વાસનાઓને મારી નાખે છે તેઓને વાસના જય તપવી જાણવા. સત્યની કહેણી કરતાં સત્યની રહેણીનું . તપ મોટું છે. પ્રજાઓને અન્યાય, જુમથી સતાવનારા ખૂની, ચેર, ધાડપાડુઓ, લૂંટારા, ઠગ લૅકોને દંડવા કે તાડવા તે પ્રજા રક્ષણ તપ છે.
મારી આજ્ઞા પ્રમાણે વિશ્વવત દરેક પુરુષ, સ્ત્રી, બાળક અને પાલિકા પરસ્પર એકબીજાની સાથે આત્મભાવથી વર્તે તે સવ વિશ્વમાં અશ્વભાવના રક્ષણરૂપ તપથી વિશ્વશાંતિના ભાગીદાર ખની તે એકબીજાનું ભલું કરી શકે, પરંતુ તેમાં વચ્ચે આવનાર કે નકનાર અજ્ઞાન,મેહ, કામ, દુષ્ટ સ્વાર્થરૂપ જે શયતાન છે તેની સાથે ખરા ભાવથી યુદ્ધ કરવું જોઈએ. એકબીજાના થયેલા અપરાધની ક્ષમા આપવારૂપ ક્ષમતપ કરવું જોઈએ. એકબીજાનું અહિત થાય એવા ખરાબ વિચારે અને પ્રવૃત્તિઓને દાબમાં રાખવી જોઈએ.
દરેકમાં મને દેખી મારી સાથે જે ભાવ રાખવામાં આવે છે તે વિશ્વનાં સર્વ જીવોની સાથે પ્રેમભાવ રાખે એ વિશ્વાત્મબંધુભાવ તપ છે. એ તપથી વિશ્વસેવામાં અને મારી સેવાભક્તિમાં એકસરખું તપનું ફળ છે. સવ' છોમાં મારું સ્વરૂપ દેખીને વિશ્વના સર્વ જી સાથે મારા જેવો પ્રેમ રાખવાથી વ્યાપક પ્રેમપાપની સિદ્ધિ થાય છે. વિશ્વના સર્વ જી સાથે પ્રેમ. શાખ અને પિતાને ઉદારભાવ પ્રગટાવવામાં અનેક સંકીર્ણ અને સ્વાથી વિચારનો ત્યાગ કરવો એ કંઈ સામાન્ય તપ નથી, પણ મહા
વ્યાપક તપ છે. એવાં તપ કરનારાઓનાં દર્શનથી, સંગતિથી અને તેએાની ચરણપૂલીને મસ્તકે ચઢાવવાથી અનંતનાં કને સય થાય છે.
| સર્વ પ્રકારની વ્યાવહારિક તથા ધાર્મિક શક્તિઓ પ્રાપ્ત કરવી અને તેને સદુપયોગ કરે તે ત૫ છે. દુઃખી, ગરીબ,
For Private And Personal Use Only