________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦
અખાઓ મહાવીર
આપ ન ચડાવે અને કોઈની વૈરથી નિંદા ન કરવી તે અનિન્દા તપ છે. કોઈપણ ધમ મનુષ્યના રક્ષણ માટે દેહ, ધનને ત્યાગ કર તે ધમી તપ છે. કન્યાઓના શિયલવતના રક્ષણ માટે દુષ્ટ, અન્યાયી અને વ્યભિચારીઓ સાથે યુદ્ધ કરવું અને તેમાં પ્રાણ ત્યાગ કરે તે કન્યાશિયળરક્ષણ તપ છે. સ્ત્રીની કેઈ જેરજુમીથી આબરૂ લેતે હોય તે તેનું શાસન કરવું તે સ્ત્રીશિયળરક્ષણ તપ છે. દેશને જીતવા માટે અન્ય દેશી જુલમી અને ખૂની લોકોનાં ટેળાં આવે છે તેઓ સામે યુદ્ધમાં ઊતરવું તે દેશધર્મ તપ છે. તેથી અનેક મનુષ્યની હિંસા ટળે છે અને અધર્મને નાશ થાય છે. આબરૂ કે લક્ષમીની લાલચ કરતાં જૈનધર્મ માટે અને સંઘ માટે જે કંઈ કરવું પડે તે કરવું તે ધર્મતપ છે પ્રામાણિકપણે મન-વાણું –કાયાથી પવિત્ર રહી દેશ, સંઘ, વર્ણ, ધર્મનાં કાર્યો કરવાં તે સત્ય ચારિત્ર તપ છે. સત્ય જૈનધર્મથી લાલ, ભીતિઓ અને અનેક સ્વાર્થી આડે આવે છતાં અને મૃત્યુ થતાં ભ્રષ્ટ ન થવું અને સર્વ જૈનધર્મીઓના ભલા માટે જે કાળે, જે ક્ષેત્રે જે કંઈ કરવું ઘટે તે કરવું અને તેમાં દુખે સહન કરી વર્તવું તે જૈનધર્મપાલન તપ છે.
વિશ્વમાં અન્યાયને ત્યાગ કરી ન્યાયપણે વર્તવું તે ન્યાયતપ છે. સર્વ પ્રકારના જુઠા ને ત્યાગ કરે તે સરલતારૂપ તપ છે. નાતિ પ્રમાણે વર્તવામાં જે સુખને ત્યાગ કરે છે અને પ્રસંગે વિપત્તિઓ પણ સહવી પડે તે નીતિતપ છે. તપથી અનંત ભવનાં કરેલાં કમેને ક્ષય થાય છે. નિકાચિત મને પણ તપથી ક્ષય થાય છે. મારે ધર્મસંદેશો વિશ્વના સર્વ લોકોને સંભળાવવા-સમજાવવા દેશ પરિભ્રમણ કરવું પડે, લાખે લોકના તિરકાર સહવા પડે, દેહને પણ નાશ થાય એવી સ્થિતિમાં આવવું પડે, ટાઢ, તાપ વગેરેનાં દુખો સહવા પડે, તે તેથી ઉપદેશતપની સિદ્ધિ થાય છે. એવા ઉપદેશપમાં પ્રવર્તતા મારા
For Private And Personal Use Only