________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૮
અધ્યાત્મ મહાવીર નિઃસ્પૃહભાવ એ જ ત્યાગભાવ છે. મેરુપર્વત જેટલું ધન કે રત્નસમૂહ ભેગા થાય અથવા તે કઈ આપે તેપણ નિસ્પૃહભાવ રહે એટલે આત્મા સર્વ વિશ્વને પ્રભુ બને છે. નિસ્પૃહી મનુષ્યો આ વિશ્વમાં જેટલો પરમાર્થ કરી શકે છે તેટલો વિશ્વમાં કઈ પરમાર્થ કરી શકતું નથી. નિલોભી મનુષ્ય સત્ય ધર્મના પ્રકાશ કરી શકે છે. આ વિશ્વમાં રાજાઓ, વ્યાપારીઓ, બ્રાહ્મણ, ક્ષત્રિો વગેરે લોકે અનેક પ્રકારનાં પાપ, યુદ્ધો, લડાઈઓ, કલેશે કરી મરી ગયા અને મરે છે તથા મરશે, તેમ જ દુર્ગતિ અને દુઃખના
તા થયા છે તથા થશે. સર્વ પ્રકારની લોભવૃત્તિઓથી નિવૃત્તિ પામ અને હૃદયમાં મોક્ષસુખ અનુભવ. મુક્તિસુખ પામવાનો નિર્લોભતા પ્રાપ્ત કરવા સમાન અન્ય કેઈ તપ કે ધર્મમાર્ગ નથી.
સર્વ કર્મને સ્વાધિકારે કરવાં, પણ તેમાં લોભવૃત્તિ ન રાખવી. કર્મોમાં–કાર્યોમાં–વસ્તુઓમાં કામ્યવૃત્તિને અભાવ થતાં અને આત્માની શુદ્ધિ અર્થે તેમ જ સંઘ, કામ, સમાજ, રાજ્યાદિની ઉન્નતિ અર્થે મન, વાણી, કાયાથી પ્રવૃત્તિ કરતાં જે જે કષ્ટ, વિપત્તિ, દુઃખ ભગવાય અને જીવનમરણમાં સમભાવે વર્તાય તે જ સત્ય તપ છે અને એવા તપથી શુદ્ધાત્મરૂપ મહાવીરની પ્રાપ્તિ થાય છે.
અશુભ, અગ્ય, અધર્મી, પાપી ઈચ્છાઓનો વિરોધ કરે તે તપ છે. આત્માના ગુણેના વિકાસાર્થે મન, વાણ, કાયાની સર્વ શુભ પ્રવૃત્તિ તારૂપ છે. દેશની શાંતિ અને ઉન્નતિ માટે મેં જે કર્તવ્ય બતાવ્યાં છે તે જૈનોને તરૂપ છે. ચતુર્વિધ સંઘની વ્યાવહારિક તથા ધાર્મિક ઉન્નતિ અને શાંતિ માટે તન-મન-ધનને, સુખને, વિદ્યાને, શક્તિને ભેગ આપવો તે સંઘતપ છે. કુટુંબજાતિની ઉન્નતિ માટે દેહ, વાણું, મન, ધન વગેરેને ત્યાગ કરે તે કુટુંબતપ છે. જેનોની ઉન્નતિ માટે, તેઓનાં સંકટ કે દુખ દૂર કરવા માટે વિદ્યા, ધન, મન, વાણ, તન, પ્રાણુને ભેગ આપ તે જૈન તપ છે. ભૂખ્યાઓને ખાવા આપવું અને તે માટે પિતે
For Private And Personal Use Only