________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર ભવ પામવા માટે ધર્મકર્મને લોભ તે પ્રશસ્ય લોભ છે. માતા, પિતા, વૃદ્ધજનોની સેવાભક્તિને લોભ તે પ્રશસ્ય અને આદરણીય લોભ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ પ્રાપ્ત કરવાને લોભ, દુર્ણને ત્યાગ કરવાનો લોભ, સને પામવાનો લોભ, મન, વાણી, કાયાની શુદ્ધતાને લોભ તે પ્રશસ્ય લોભ છે.
એવા પ્રશસ્ય ધાર્મિક, સ્વાર્થિક કે પારમાર્થિક લાભના વિચારે અને પ્રવૃત્તિઓથી પુણ્ય થાય છે. તેથી આત્માની શુદ્ધતાના માગે ખુલ્લા થાય છે અને અપ્રશસ્ય લોભને નાશ થાય છે.
અપ્રશસ્ય અધમ્ય લોભમાંથી પ્રશસ્ય ધમ્ય લોભમાં પ્રવેશ થાય છે અને તે પછી અનુક્રમે શુદ્ધ લોભમાં અને પશ્ચાત નિષ્કામભાવની પ્રાપ્તિ થયા બાદ મુક્તિની સહેજે પ્રાપ્તિ થાય છે.
પ્રશસ્ય લોભથી ધર્મસાધનામાં પ્રવૃત્તિ થાય છે અને અપ્રશસ્ય લોભથી નિવૃત્તિ થાય છે. મારું સ્વરૂપ એળખવાના લોભની પ્રથમ જરૂર પડે છે. સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવિકાની સેવાભક્તિમાં પ્રશસ્ય લોભથી પ્રવૃત્ત થવાની જરૂર છે. સંત મહાત્માઓની પ્રશસ્ય લોભથી સેવાભક્તિ કરવી જોઈએ. શુભ લોભની પ્રથમ જરૂર છે. જડ વસ્તુઓના લોભની પણ અપેક્ષાએ પ્રારંભમાં જરૂર રહે છે. પશ્ચાત્ નિષ્કામદશાની પ્રાપ્તિ થાય છે. જડ વસ્તુઓ કરતાં દેહમાં રહેલા આત્માઓના પ્રેમને લોભ કર જોઈએ. આમાના લોભની આગળ જડ વસ્તુઓને લોભ નિઃસાર છે.
આહાર, પાન, વસ્ત્રાદિક અને જન્મભૂમિ આદિને પ્રશસ્ય લોભ પણ આત્મજ્ઞાનથી છેવટે આત્મામાં જ્ઞાનાદિ લોભરૂપ પરિણામ પામે છે. સતી યશાદાદેવી ! એ પ્રમાણે લ દનું સ્વરૂપ જાણીને, તેમને ત્યાગ કરી સર્વત્ર નિસ્પૃહભાવથી પ્રવર્ત.
નિઃસ્પૃહભાવથી આત્માની મહત્તાને ખ્યાલ આવે છે અને
For Private And Personal Use Only