________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ-સંયમનું સ્વરૂપ
૩૫૩ મારા સદુપદેશનું ભાન થાય એવી પ્રવૃત્તિમાં તન, મન, ધન અર્પણ કરવું જોઈએ અને શરીરથી જીવવાના તેલથી મુક્ત થવું જોઈએ. દુષ્ટ લેભથી મુક્ત થયા વિના મુક્તિને અનુભવ કઈ પામી શકતું નથી. તેના માટે બીજે કઈ માર્ગ નથી.
પિંડપષણ, કુટુંબપષણ આદિ માટે આજીવિકદિ સાધનની જરૂર છે, પણ બિનજરૂરી લક્ષમીને સદુપયોગ કરવા માટે નિલભ બનવું જોઈએ. ધન, સત્તા, ભૂમિને મેળવવા માટે રાજાએ, શેઠિયાઓ, દ્ધાએ લેભથી અન્યાય કરી બીજાઓનું પડાવી લે છે. તેઓ મારા ઉપદેશ પ્રમાણે વર્યા વિના અન્ય કરડે ઉપાયથી, અન્ય કરે છે તેને માન્યાથી પણ તેઓ મુક્ત થતા નથી.
લેભથી સર્વ પ્રકારનાં પાપ પ્રગટે છે. લેભથી વિશ્વમાં અશાંતિ પ્રવર્તે છે લોકોને મારાથી વિમુખ કરનાર લે છે. દેશ, કામ, સમાજ, સંઘ, ધર્મ, ભક્તિ, સેવા, જ્ઞાન, પ્રામાણિકતાથી વિમુખ કરનાર લે છે. જે લોભના વશે સંઘને અને મારે દ્રોહ કરે છે અને ધર્મને તિરસ્કાર કરે છે તેને લાભ જ આડા પાપમાગે ચડાવીને મારી નાખે છે. તેઓનું ખરાબ અસ્ત ( પાયમાલી) કરે છે. પશ્ચાત્ તેઓની આંખ ઊઘડે છે.
ઈચ્છારૂપ અવયંભૂરમણ સમુદ્રને કઈ તરી શકનારા નથી. સમુદ્રમાં તરંગો પ્રગટયા વિના રહેતા નથી, તેમ મનમાં અનેક પ્રકારની ઇચછાઓ પ્રગટયા કરે છે. તેને નાશ કર્યા વિના અંત આવતું નથી. આતમજ્ઞાન અને સંતોષથી જે મારામાં મન રાખે છે તેઓને દુષ્ટ લેભ કદી નડતું નથી.
બાહ્ય જડ વસ્તુઓની હાજતેને (જરૂરિયાતને) વધારી. પણ શકાય છે અને ઘટાડી પણ શકાય છે. જડ વસ્તુઓના સંબંધથી સુખ લેવાના લેભે આખી દુનિયાની ઊથલપાથલ કરવામાં આવે
For Private And Personal Use Only