________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
અધ્યાત્મ મહાવીર ધાર્યો, પણ તેમાં તે પોતે હાર્યો. અંતે અહંકારથી દુર્યોધનને નાશ થયો. રાવણે અહંકારથી સીતા પાછી 9 આપી. વૃદ્ધ મુનિ અને ગુરુ એની હિતશિક્ષાને રાવણે અહંકારથી સ્વીકાર કર્યો નહીં, તેથી યુદ્ધમાં તેને નાશ થયો. માટે કોઈ જાતને અહંકાર મનમાં ઉત્પન્ન થવા
દે
નહીં.
અપૂર્ણને અહંકાર ઉત્પન્ન થાય છે, પરંતુ આત્મામાં પૂર્ણતા છે એ જે અનુભવ કરે છે તેને અહંકાર શું છે તેની પણ સમજણ પડતી નથી. જે જે વસ્તુઓને અહંકાર કરવામાં આવે છે તે તે વસ્તુઓનો નાશ થાય છે. જાતિ, કુળ, રૂપ, સત્તા, પ્રભુતા, ધન, વિદ્યા, સિદ્ધિ, કુટુંબ, સંપ વગેરે કોઈ બાબતને અહંકાર કરવાથી આત્માની જ્ઞાનાદિ શક્તિઓને પ્રકાશ થતું નથી. અહંકારથી હિંસા, જાહ, ચેરી, વ્યભિચાર, મિથુન, વિશ્વાસઘાત, કલેશ, નિંદા, યુદ્ધ, ક્રોધ, કપટ વગેરે અનેક જાતની પક્ષવૃત્તિ અને પ્રવૃત્તિઓનું સેવન થાય છે. મનુષ્ય મારા તરફ ગમન કરી શક્તા નથી, પરંતુ ભવભ્રમણ રૂપ સંસારમાં ગમન કરે છે. જેમ જેમ આત્માને સર્વ સંસારપ્રપંચથી રહિત જાણવામાં આવે છે તેમ તેમ નામરૂપનાં અહંકારને નાશ થાય છે અને ઉચ્ચનીચની કલપનાંબ્રાન્તિ ભાગે છે. બાહુબલી ત્રષિએ જયારે અહંકારને ત્યાગ કર્યો ત્યારે તે કેવલજ્ઞાની અને જીવન્મુક્ત બન્યા.
“હું કર્તા, હું હર્તા એ મોહ પ્રકૃતિની પરિણતિ છે. તેનાથી જે આત્મા દૂર રહે છે તે પરબ્રા મહાવીરરૂપ થાય છે. વસ્તુઓ, કે જે જડ આકારે છે, તે ક્ષણિક છે. દેહ, ચૌવન અને રૂપ ક્ષણિક છે. માટે કઈ વસ્તુને અહંકાર કરે ઘટતું નથી.
સર્વ કર્તવ્ય કર્મોને કરવાં, પણ નિરભિમાની દશા કરવાં જોઈએ. કોઈપણ દશામાં અભિમાન કરવાની જરૂર નથી. સર્વ લેકેને પિતાના આત્મા સરખા માનવા અને ઉચ-નીચ, વિદ્યા–
For Private And Personal Use Only