________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪3
ત્યાગસંયમનું સ્વરૂપ છે. ક્ષમાથી વૈરરૂપ પશુબલિને નાશ થાય છે. ક્ષમા વિના ત્યાગ ધર્મ નથી. ક્ષમા વિના જે જે આત્મશક્તિ પ્રગટેલી હોય છે તેને કુમાગમાં નાશ થાય છે. ક્ષમા એ જ પરમ તપ અને પરમ યજ્ઞ છે. ક્ષમા એ જ મારી સેવા, ભક્તિ અને ઉપાસના છે. ક્ષમામાં સર્વ તીર્થોની સેવા છે. અધ્યાત્મશક્તિઓની પ્રાપ્તિમાં ક્ષમા વિના અધિકારી પાત્ર થવાતું નથી. જે સહન કરી શકતા નથી તે અશક્ત, નિર્બળ છે અને તે મારો પૂર્ણ વિશ્વાસુ પ્રેમી બનતો નથી. અન્ય મનુષ્યનાં ધમય વચનો અને ક્રોધકારક નિંદા, હેલના, આરોપ વગેરે સહન કરી જે તેમના પર ક્ષમાભાવ ધારણ કરે છે તે મન, બુદ્ધિ, કાયા અને આત્મબળની શક્તિઓની વૃદ્ધિ કરી શકે છે, એને જાળવી શકે છે અને અન્ય લેકેને ત્યાગધર્મમાં દાખલ કરી શકે છે. ક્ષમા વડે જે વિભૂષિત થાય છે તે અન્ય લોકોને ક્ષમાશીલ કરે છે.
આત્માને જે સર્વ ગુણપર્યાયથી જાણે છે તે ક્ષમા ધારણ કરવા સમર્થ બને છે. ક્ષમા વિના કઈ મહાવીર બની શકો નથી. ક્ષમા ધારણ કરીને ક્રોધાદિ શત્રુઓને જીતવાથી, આત્માની જ્ઞાનાદિ શક્તિઓ કુરે છે. ક્ષમાથી મારા શુદ્ધ સ્વરૂપને લેકે અનુભવ કરી શકે છે. જે આત્માને શુદ્ધાત્મમહાવીરરૂપે અનુભવે છે તે પરમ શિવગતિને પામે છે. ક્ષમાની કહેણી કરતાં ક્ષમાની રહેણમાં રહેવું તે અનંતગણું ઉત્તમ છે.
અહંકાર અને ક્રોધના આવેશને વારવાથી ક્ષમાગુણ વધતું જાય છે. સાત્વિક આહાર, પાન, જ્ઞાન, ધ્યાનથો ક્ષમાને પાત્ર બની શકાય છે. ક્ષમાથી એટલે આત્માને પ્રકાશ થાય છે તેટલે અન્ય કશાથી થતું નથી. ક્ષમાથી આત્મધર્મનું રક્ષણ થાય છે અને નવા કર્મ બંધાતાં અટકી જાય છે. વસિષ્ઠ અષિના પુત્રોનો વિશ્વામિત્ર કષિએ ઘાત કર્યો હતો, પણ તેથી વસિષ્ઠ ઋષિ ક્રોધી બન્યા નહીં. વસિષ્ઠ ઋષિની ક્ષમાથી વિશ્વામિત્ર ઋષિ બોધ પામ્યા અને છેવટે
For Private And Personal Use Only