________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
ત્યાગસંયમનું સ્વરૂપ છે. સર્વ શરીરધારક આત્માઓ સાથે સત્ય અને શુદ્ધ પ્રેમભાવથી વર્તવું. તેઓની સાથે રહેલાં મહાદિ કર્મો સામે ન જેવું, પણું તેઓની આત્મસત્તા સામે દષ્ટિ દેવી. તેઓના આત્મામાં અને પિતાના આત્મામાં અભેદ-સત્તાદષ્ટિએ એકપણું જવું અને સ્વાષિકારે જેટલું બને તેટલું તે પ્રમાણે વર્તવું.
પિતાનામાં અનેક પ્રકારની શક્તિઓ છતાં લઘુતા રાખવી અને અપરાધીઓને માફી આપી ધર્મ ક્ષમા ધારણ કરવી. મનુષ્ય વૈરી હોય પણ પિતાનામાં તેઓને નાશ કરવાની શક્તિ હોય તે પણ તેઓ બીજી વાર ગુનો ન કરે એવી ખાતરી થતાં તેઓને ક્ષમા આપવી. શઠ અને પૂથી સાવધાન રહીને તેઓ પિતાને ઘાત ન કરે એવી રીતે સાવચેતી રાખી તેઓને અપરાધની માફી આપવી એ વૈરત્યાગરૂપ મહાત્યાગ છે. તેથી આત્માની વિશુદ્ધતા થાય છે.
શક્તિ છતાં સામાના અપકારો સહવા એ ક્ષમા છે. આત્માની કોઈ નિંદા કરે છે તે શક્તિ છતાં સહી તથા તેને ચગ્ય પ્રતિકાર પણ કરે. સાધુઓનો નાશ કરનારા દુષ્ટ અધર્મીઓને નાશ કરે અને એમાં આત્મશક્તિ ફેરવવી એ સાધુઓની સેવા-ભક્તિ છે. ધર્મને નાશ અને ધર્મની ગ્લાનિ થતી અટકાવતાં જે જે દુઃખ સહન કરવો પડે તે સહન કરવા અને ધર્મના શત્રુઓનું યથાગ્ય શાસન કરવું.
અંધ અજ્ઞાનપૂર્વક ક્ષમા તે ક્ષમા નથી, પણ ધર્મનો નાશ છે. અતિદયા, અંધદયા, અજ્ઞાનદયા તે દયા નથી. સ્વાધિકારે જેટલી દયા ક્ષમા ધારણ કરવી પડે તે ધારણ કરવી. જૈનોને તથા જૈનધર્મને નાશ થાય એવી ક્ષમા તે ક્ષમા નથી અને એવી દયા તે દયા નથી. ધમ મનુષ્યને નાશ થતો અટકાવવામાં સત્ય ત્યાગ છે અને તેથી સત્ય ક્ષમા પ્રગટી શકે છે. ઉપકારીઓના ઉપકારથી તેઓ જે અપકાર કરે તે પણ તે સહવા તે અપકારક્ષમાં છે.
For Private And Personal Use Only