________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ સમનું સ્વરૂપ
૩૩૩ અશુભ કર્મોને ત્યાગ થાય છે અને તેથી કાયસંયમની સિદ્ધિ થાય છે.
કાયાને અધર્મ પાપમય કાર્યોથી નિવૃત્ત કરીને ધાર્મિક પારમાર્થિક કાર્યોમાં વાપરવી તે કાયસંયમ અને શરીરની સેવા છે. ધાર્મિક કાર્યોમાં કાયાને નાશ થવાથી ઉત્તરોત્તર આત્મશક્તિઓને પૂર્ણ પ્રકાશ થાય એવાં શરીરો પેદા કરી શકાય છે.
અશુભ કર્મોથી શરીરને પાછું હટાવવું, અન્યની હિંસા કરવામાં પ્રવૃત્ત થયેલા દેહને પીછે હટાવવો, ચેરીનાં કાર્યોથી શરીરને પાછું હટાવવું. વ્યભિચારાદિ પાપકર્મોથી શરીરનેં પાછું હટાવવું, અશુભ પાપકારક પ્રવૃત્તિઓથી પગને પાછા હટાવવા અને ધર્મ. કાર્યમાં વાપરવા તે પાદસંયમ પાદધર્મ છે. મહાત્માઓના પદની સેવા કરવી. પેટમાં અભક્ષ્ય, અખાદ્ય, અપેય પદાર્થો ન પૂરવા તે ઉદરસંવર ઉદરસંયમ છે. હસ્ત વડે ધાર્મિક કાર્યો કરવાં, દાન દેવું અને શુભ પ્રવૃત્તિમાં, પિતાના પ્રામાણિક અને ન્યાયપૂર્ણ સ્વાર્થ માં હસ્તને વાપરવા તથા બે હસ્તેથી અશુભ પાપકર્યો અને અશુભાસના હેતુઓની પ્રવૃત્તિ ન સેવવી તે હસ્તસંયમ છે. ચક્ષુઓ વડે ધમી મહાત્માઓનાં દર્શન કરવાં, દરેક પદાર્થને દેખી જ્ઞાન કરવું અને ચક્ષુને સારામાં ઉપયોગ કરવો તથા મેહષ્કામાદિ દે થાય એવાં દશ્યથી ચક્ષુને હટાવવી તે ચક્ષુઃસંયમ છે. કાનનો શુભ સ્વાર્થમાં તથા પરમાર્થમાં વિવેકપુરસ્સર ઉપગ કરે, અને જેનાથી અશુભ, અપ્રશસ્ય, રાગદ્વેષાદિ કષાયે પ્રગટે તેમાં ઉપયોગ ન કરે તે કર્ણ સંયમ છે. જેથી પાપ થાય એવા શબ્દોને શ્રવણ કરવા નહીં. જેનાથી કામાદિ ભેગની વાસનાઓ પ્રગટ થાય એવું દેખવું નહીં અને એવું સાંભળવું નહીં અને એવું ખાવુંપીવું નહીં તથા એવું વિચારવું નહીં. એ પ્રમાણે શુભાશુભ ઘ્રાણેન્દ્રિયસંયમ જાણવો. જિ હાથી અનેક પદાર્થો ખાવામાં આવે, પણ તેમાં મૂંઝાવાનું ન થાય તે જિહાસંયમ છે.
જ્ઞાનેન્દ્રિય અને કન્દ્રિયોથી કાર્યો કરવા, પણ તેમાં
For Private And Personal Use Only