________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યામસામ જાપ જેમ પ્રસંગ પડે શરીરના અવયને ગોપવે છે તેમ પ્રસંગ પડે મનને પવવું, કે જેથી તેમાં મેહ-કામાદિ શત્રુઓ પેસી જાય નહીં.
મારા પર પૂર્ણ પ્રેમ, શ્રદ્ધાના ધારકે કષાયોના વેગનું ઉત્થાન થવાને પ્રસંગ આવે છે કે તરત જ મનને મારામાં વાળી દે છે. તેથી તેઓ મહાદિ શત્રુઓનો ઘાત કરે છે. ખાસ મનન કરવાના પ્રસંગ વિના મનને વિચાર કરવાને વેગ આપવો નહીં. અતિશય વિચાર કરવાથી મગજ બગડે છે અને કામાદિના અત્યંત વિચારે કરવાથી મગજ તથા શરીર રેગી બને છે. પરિણામે આયુષ્યને જલદી અંત આવે છે. કામવિકાર, ક્રોધ, ષ, મેહ વગેરેના વિચારોમાં જે મન ગૂંથાયેલું રહે છે તે તેથી કર્મબંધ, શરીરહાનિ અને. અનેક વ્યસનથી અનેક જન્મને મનુષ્ય ધારણ કરી મહાદુઃખ પામે છે.
મગજમાં પ્રગટતી ઘણી ચિંતાઓને અંત આણવા માટે કેટલાક દારૂ વગેરે કેફી પદાર્થોનું સેવન કરે છે. તેથી તેઓ શરીર અને મનની પાયમાલી કરી દુર્ગતિમાં અવતરે છે. જેમાં મનેવૃત્તિઓના ગુલામ છે તેઓ મહાદિ શત્રુઓને હણી શકતા નથી. વીર્યહીન અને અશક્ત ગુલામ મને પ્તિને ધારણ કરી શક્તા નથી. જેઓ શરા, જ્ઞાની અને નિરાસક્ત છે તેઓ મને ગુપ્તિને ધારણ કરી શકે છે. જેઓ જડ પદાર્થોના પરિગ્રહમાં મમતાવાળા દાસ બનેલા છે તેઓ ઈન્દ્રો અને ચક્રવતીઓ છતાં મેહરૂપ દાસના દાસ છે. તેઓ મને પ્તિથી સર્વ વિશ્વ પર સત્તા મેળવી શકાય છે એમ જાણી શકતા નથી.
મને ગુપ્તિના ધારકને આત્મામાં સર્વ તીર્થો અને મોક્ષ છે. તે પિતાને ગુરુ અને દેવ છે. મનને વશ કરવાથી મોક્ષ છે અને મનને મેહવશ રાખવાથી સંસાર છે. જે પિતાનું મન વશમાં રાખે છે તેને અન્ય સાધનની જરૂર નથી. સર્વ પ્રકારની પ્રવૃત્તિમાં મને ગુપ્તિપ્રસંગે મનને ગપર્વવું. મનમાંથી પ્રથમ અશુભ મહાદિ.
For Private And Personal Use Only