________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ સંયમનું સ્વરૂપ
૩૨૯ * સતી ચશદાદેવી! સર્વે આત્માઓની સાથે મન રહેલાં છે. વચ્ચેથી મનની ઉપાધિ દૂર થતાં સર્વે આત્માઓ જિને અને પ્રભુ બને છે. મનમાં પ્રગટતામહને વાર એ જ પરમ સમાધિ. દશા છે. હઠાગબળે પ્રાણને બ્રહ્મરધ્ધમાં લઈ જવામાં આવે તે હઠયોગનું ફળ છે, પણ તેથી સદાકાળની શાંતિ થતી નથી, કારણ કે બ્રહ્મરન્દ્રમાંથી પ્રાણ નીચે ઊતર્યા બાદ પૂર્વના જેવી મેહ-કામદિકની બહિરાત્મદશા પાછી કાયમ રહે છે. તેથી મનમાં પ્રગટતા રાગદ્વેષાદિસંકલ્પ-વિકલપેન સર્વથા નાશ થતું નથી. માટે આત્મજ્ઞાનબળે મને તિરૂપ સહજ સમાધિની પ્રાપ્તિ કરવી જોઈએ અને તે પશ્ચાત મહાદિ ઘાતિકર્મને ક્ષય થતાં આત્મામાં અનાદિકાળથી તિરોભાવે રહેલું કેવળજ્ઞાન આવિર્ભાવને પામે છે. તેથી શુદ્ધાત્મા પિતે સર્વજ્ઞ બને છે. પછી તેને કોઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી.
ઘરમાં અગર વનમાં, એકાંતમાં અગર વસતિ કે સમુદાયમાં મનેપ્તિ ધારણ કરવાથી અનેક કષાયોના વેગોને રોકી શકાય છે. તેથી ચિતા સમાન ચિંતાઓ ફર થવાથી માનસિક રોગોથી જે શારીરિક રોગ થાય છે તે રહેતા નથી અને આયુષ્યને ઘાત પણ એકદમ થતું નથી. રાગદ્વેષના સંકલ્પ-વિકલ્પના ત્યાગીએ આ વિશ્વમાં સર્વમાં પ્રભુતુલ્ય બને છે. તેઓ જે કાંઈ ધારે છે તે કરી શકે એ સામર્થ્યવાળા બને છે. પુદ્ગલ દ્રવ્ય આદિ સર્વ સૃષ્ટિમાં તેઓ સ્વતંત્ર અને મુક્ત બની આયુષ્ય પર્યન્ત વિચરે છે. તેઓ શરીરમાં રહે છે ત્યાં સુધી સાકાર પ્રભુ તેમને જાણવા. એવા સાકાર પ્રભુએ મન, વાણી, શરીરથી વિશ્વના છનું ભલું કરે છે. તેઓ ઉપદેશ આપીને અનેક લેકેને તારે છે. પશ્ચાત્ શરીરને ત્યાગ કરી નિરાકાર, નિરંજન, પ્રભુ, સિદ્ધ બને છે.
મનમાં પ્રગટતી અગ્ય અશુભ વૃત્તિઓને તે હટાવ. તેથી તું શુદ્ધાત્મસ્વરૂપ બનીશ. આત્માની સાથે કર્મને સંબંધ છે તેથી વૈતભાવ અનુભવાય છે, પણ કમરૂપ પુદ્ગલ દ્રવ્યને
For Private And Personal Use Only