________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
ત્યાગ-સંયમનું સ્વરૂપ રૂપ છે. તેનાથી આત્માની અનંત શક્તિઓનો વિકાસ થાય છે. મને ગુપ્તિ એ રાજયોગ સમાધિ છે. આત્મજ્ઞાન અને ધ્યાનબળે પરમસમાધિરૂપ મનગુપ્તિની પ્રાપ્તિ થાય છે. તેથી સર્વ રાગશ્રેષને ઉપશમ, ક્ષયે પશમ અને ક્ષાયિકમાવ થાય છે.
મન એવી રીતે ગોપવવું જોઈએ કે જેથી મનમાં ભય, શેક, દ્વેષ, ઈર્ષા, કામ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે દેશે પ્રગટી શકે નહીં. મનગુપ્તિ તે જ મહાસમાધિ છે. મનમાં આત્માની આજ્ઞા પ્રમાણે વિચાર પ્રગટે એવી રીતે મનગુપ્તિ કરવી જોઈએ. મનમાંથી જેમ જેમ રાગદ્વેષના વિચારો પ્રગટતા બંધ થાય છે તેમ તેમ આત્મબળ વધે છે અને માનસિક પશુ બળનો નાશ થાય છે મનમાં ખપ પડતા ચગ્ય વિચારો પ્રગટાવવામાં અને અશુદ્ધ દેષ અને પાપવાળા વિચારોને આવતા જ બંધ કરી દેવામાં ખરું દ્વાપણું છે. મનમાં એક પણ ખરાબ વિચાર એક ક્ષણવાર સુધી પણ ન પ્રગટવા દેવો જોઈએ. મનમાંથી રાગદ્વેષના અને કામમૈથુનના અધમ્ય વિચારો ન પ્રગટાવવા દેવાથી મન, વાણી. કાયાનાં આરોગ્ય, આયુષ્ય, બલ, બુદ્ધિ, પરાક્રમ અને ધર્મની વૃદ્ધિ થાય છે.
મનના કરતાં આત્માની અનંતગુણી શક્તિ છે. આત્માને કાબૂ મન પર થાય છે ત્યારે મને ગુપ્તિની તિદ્ધિ થાય છે અને મને ગુપ્તિની સિદ્ધિ થતાં કેવલજ્ઞાન-અનંતાનંદ પ્રગટે છે. મનને આત્માના તાબામાં રાખવું એ પરમ સંયમરૂપ ચારિત્ર છે. ઈન્દ્રિયને વિષ તરફ જતી વારવી તથા મનને મેહના તાબેન થવા દેવું એવી રીતે વર્તવાથી સત્ય સંયમની પ્રાપ્તિ થાય છે. તેથી મનની વિશુદ્ધિ થતાં ભક્તો પિતાના આત્મારૂપ મહાવીર પ્રભુનાં દર્શન કરી શકે છે અને મહાવીર પ્રભુરૂપ બની શકે છે
વિશ્વમાં સર્વ મનુષ્યોને શુદ્ધાત્મમહાવીર પ્રભુરૂપ બનવાને હક છે અને તે મનગુપ્તિથી સહેજે બની શકાય છે. મને ગુપ્તિથી
For Private And Personal Use Only