________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર પામે છે તે પણ તે સંકટ અને દુઃખ વડે જેટલા પરમાત્મપદ પામવાને સમર્થ થાય છે તેટલા અન્ય કશાથી મારા પદને પામવા લાયક થતા નથી. પવિત્ર હદયનું ફળ પરમાત્મપદની પ્રાપ્તિ છે. અનેક વિષયના ભેગની લાલસાઓનો ત્યાગ કરવાથી અને અન્ય મનુબેનું શ્રેય કરવાથી આત્માની શુદ્ધિ થાય છે. મનુષ્ય–અવતારમાં જેઓ મારા પર પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ ધારે છે અને મારી આજ્ઞાઓને માન આપવામાં સર્વસવને ભોગ આપે છે તેઓની મુક્તિ થાય છે.
હે પવિત્ર દેવી! ત્યાગમાર્ગમાં પ્રવેશવાથી મુક્તિનગરની સહેજે પ્રાપ્તિ થાય છે. ધડ પરથી શીર્ષ ઉતારી દેવાનો નિશ્ચય કરી જેમાં મારું શરણ કરે છે તેના પર મારી પૂર્ણ કૃપા ઊતરી છે એમ જણ. મારું શરણ અંગીકાર કરનારાઓ સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ કરે છે અને તેને ગમે તેવી અવસ્થામાં શુચિતાવાળા હોય છે. મારા વ્યાવહારિક તથા આંતર સ્વરૂપ પ્રતિ ગમન કરનારાઓનાં મનમાં અપવિત્રતા રહેતી નથી. તેઓના હાથે કદાપિ અજાણપણાથી પાપ થાય તો તેઓ તેને પશ્ચાત્તાપ કરીને શુદ્ધ બને છે. તેઓનાં ધાર્મિક કૃત્યનું ફળ થયા વિના રહેતું નથી. તેઓને મોહમાયા નડે છે તે પણ છેવટે તે પાછી હટી જાય છે, અને તે કર્માવરણરૂપ પડદારૂપે આડી આવેલી હોય છે તોપણ તે ખસી જાય છે. પવિત્ર રહેવા માટે જે લેકે અત્યંત ગરીબ અવસ્થાને પણ ઈન્દ્રાવસ્થા જેવી માને છે અને સ્મશાનમાં પડી રહીને મરણાંત દુઃખ વેઠી મારા સ્વરૂપમાં પ્રેમ રાખે છે, તેઓને હું ઉદ્ધારક છું. મારા ઉપર વિશ્વાસ મૂકવાથી આગળ માર્ગ ખુલે થાય છે અને પ્રકાશ પ્રગટી નીકળે છે.
પરોપકારાર્થે જે લેકે જુલમી, અન્યાયી, અપ્રામાણિક, દુe. લેકેના સામે થતા નથી અને પ્રાણુ અને દેહને ભેગ આપવામાં પાછા હટે છે તથા સાધુએ વગેરેનું દુષ્ટ લોકોથી રક્ષણ કરી શકતા નથી તેઓ ત્યાગમાર્ગમાં એક તસુ જેટલા પણ આગળ વધી
For Private And Personal Use Only