________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮
અધ્યાત્મ મહાવીર આત્માને મહાવીરરૂપ માને છે અને મહાવીર નામને સર્વથા જાપ જપે છે તેને ગમે તેવા અપવિત્ર દુષ્ટ પાપી હોય છે તે પણ પવિત્ર બને છે એમ નક્કી જાણ.
દેહના રૂપસૌંદર્યથી જેઓ કામાસક્તિને પ્રગટાવે છે અને. વ્યભિચારાદિ દુષ્ટ કર્મોમાં પ્રવૃત્ત થાય છે, તેઓએ દેહની ઉત્પત્તિને અને દેહનાં દ્વારની મલિનતાને વિચાર કરવો. તેઓએ આત્માની. પૂર્ણ સુંદરતા અનુભવવા પ્રયત્ન કરે. જડ દેહાદિ રૂપની સુંદરતામાં મૂંઝાઈને પાપમાર્ગમાં જેઓ પ્રવેશ કરતા નથી અને રૂપમેહને જેઓ ત્યાગ કરે છે તેઓ મહા ત્યાગી બને છે.
મારા પર પૂર્ણ વિશ્વાસ, પ્રીતિ અને સર્વાર્પણ કરનારા જેટલા મહાત્યાગીઓ બની શકે છે અને જેટલા ઉદાર પરોપકારી. સંત બની શકે છે તેટલા અન્ય બની શકતા નથી. દેહરૂપ દેવળ-. માં રહેનારા આત્મારૂપ મહાવીરમાં જે અનંત પવિત્રતા અનુભવે છે તેઓ પવિત્ર બને છે અને તેઓ રાગદ્વેષની સર્વ અશુચિને ત્યાગ કરી સાત્વિક ત્યાગી બને છે. જેઓ હદયની પવિત્રતા જાળવીને કર્મો કરે છે તેઓ કર્મોથી લેવાતા નથી. બાહ્ય જડ પદાર્થોમાંથી પવિત્ર અને અપવિત્ર ભાવને ત્યાગ કરીને આત્માની પવિત્રતાનો સર્વ વિશ્વમાં પ્રકાશ કર.
શ્રીમતી યશદાદેવી ! આત્માની, મનની અને કાયાની પવિત્રતામાં મેરુપર્વતની પેઠે અડગ થા. સર્વ વિશ્વને પવિત્ર કરવા પ્રયત્ન કર. અપવિત્રાત્માઓની સંગતિથી અશક્ત મનુ અપવિત્ર બને છે. પૂર્ણ પવિત્ર વીરાત્માઓ અપવિત્ર મનુષ્યને પવિત્ર કરે છે. તમગુણ, રજોગુણી અને સત્ત્વગુણ દે અને મનુષ્ય મારી ભક્તિથી પવિત્ર બને છે. તમે ગુણી હરાદિક દેવ અને દેવીઓ, રજોગુણ બ્રહ્માદિક દેવ અને દેવીઓ, સત્વગુણી વિષ્ણુ આદિ દેવે અને દેવીઓ, વૈમાનિક, ભુવનપતિ, વ્યંતર અને જ્યોતિષી દે, ઇન્દ્રો, ઈન્દ્રાણીઓ, ચક્રવર્તીએ, વાસુદેવ અને બળદેવે વગેરે
For Private And Personal Use Only