________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગામ મહાવીર વસ્તુઓમાં ક્ષણિક સુખદુઃખ આપવાપણું પણ નથી. ફક્ત મનની ક્ષણિક સુખદુઃખની કલ્પનાથી લક્ષમી, શરીર આદિ સુખદુઃખ આપે છે, એમ બ્રાતિ થાય છે. મનની કલ્પના જેમ જેમ બદલાય છે. તેમ તેમ શરીર લક્ષ્મી આદિ જડ પદાર્થોમાં પણ વારંવાર સુખ-- દુઃખની કલ્પના બદલાય છે. જે જડ વસ્તુમાં સુખદાયક કલ્પના થાય છે તેમાં મનની કલ્પના વડે પ્રસંગે દુઃખની કલ્પના પણ થાય છે.
આ પ્રમાણે મહિના પરિણામ પર્યત મનની સુખદુઃખની કલ્પના વારંવાર જ્યાંત્યાં બદલાયા કરે છે. આત્માથી ક્ષણિક સુખદુઃખની કલ્પનાઓ ભિન્ન છે અને તેમાં આત્માપણું નથી એમ જયારે નિશ્ચય થાય છે ત્યારે આત્મા પિતાનું સમભાવરૂપ સમતેલનપણું જાળવીને સર્વ કર્તવ્ય કર્મો કરે છે અને મેહના ત્યાગે ત્યાગી બનીને મન અને ઈન્દ્રિયો પર વિજય મેળવી સંયમશક્તિથી મોક્ષમાર્ગમાં આગળ ધસે છે. માટે આત્માથી જડ વસ્તુઓ અન્ય છે. તેમાં નહીં મૂંઝાતા આત્માએ ત્યાગમાર્ગમાં આગળ વધવું જોઈએ.
શ્રી યશદાદેવી! સર્વાત્માઓને પિતાના આત્મા સમાન જાણ. સર્વાત્માઓ વસ્તુતઃ પવિત્ર છે, પરંતુ વ્યવહારદષ્ટિએ જેઓ દ્રવ્યભાવથી શુચિતાવાળા હોય છે તે પવિત્ર છે. કેટલાક આત્માઓ દ્રવ્યથી-સ્નાનાદિકથી પવિત્ર હોય છે અને કેટલાક ભાવથી પવિત્ર હેય છે. દ્રવ્યશુચિતા કરતાં ભાવશુચિતા અનંતગુણ ઉત્તમ છે. દ્રવ્યશુચિતા હોય ત્યાં ભાવશુચિતા હોય છે અને નથી પણ હતી. જયાં ભાવશુચિતા હોય છે ત્યાં દ્રવ્યશુચિતા હોય તે પણ ભલે અને ન હોય તે પણ ભલે. સર્વ દુર્ગાવાળું મન તે ભાવથી અશુચિ છે. જે આત્માનું મન પવિત્ર છે તે પવિત્ર છે જ. તે આત્મા પિતાની ચરણરજથી અન્ય લેકેને પવિત્ર કરી શકે છે. જે આત્માનું મન પવિત્ર નથી, તે અપવિત્ર છે. અપવિત્ર આત્માઓ વ્યસન અને દુર્ગુણથી પિતે પિતાની શુદ્ધતા કરી શકતા નથી અને અન્ય લેકને પવિત્ર બનાવી શકતા નથી. શરીરને મેલ નાશ
For Private And Personal Use Only