________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ-સંયમનું સ્વરૂપ
૩૫ તેઓના સંગે અને વિયોગમાં હર્ષ શોક કર મિથ્યા છે. જે શરીરે વસ્ત્રોની પેઠે ખપમાં આવે છે, મળે છે, તેઓનો વિનાશ ક્ષણમાં થાય છે. શરીરે વારંવાર વસ્ત્રની પેઠે આત્મા બદલ્યા કરે. છે. તેમાં હર્ષ, શેક કે ભીતિ ધારણ કરવાની કંઈ જરૂર નથી, કર્મના કાયદા પ્રમાણે સગાં વગેરેનાં શરીર તથા પોતાના આત્માનું શરીર ઊપજે છે અને વિણસે છે. એવાં ક્ષણિક શરીરમાં અહંતા મમતા કરવાની કંઈ જરૂર નથી.
શરીર, મન, વાણું અને ઈન્દ્રિયે વગેરે જુદાં છે, પરંતુ તેઓ આત્માના જ્ઞાનાદિ ગુણેના પ્રકાશ માટે ઉપયોગી છે. માટે તેઓને સદુપયોગ કરી લેવો એ જરૂરનો છે. પરંતુ તેમાં મૂંઝાવું ન જોઈએ. આત્માના ગુણે ખીલવવામાં શરીરને નાશ થાય છે. પણ તેથી જરામાત્ર શક કે ભય ન કરવો જોઈએ. દેશ, કેમ, સંઘ, જૈનધર્મ અને જૈનોના શ્રેયમાં આત્માની શક્તિઓ તથા જડ શરીર વગેરેની શક્તિઓને ઉપયોગ કરવાથી આત્માની વીજળીવેગે પરમાત્મદશા પ્રગટ થાય છે. આત્માથી અન્ય જે જે જડ વસ્તુઓ છે તેઓને પરિગ્રહ કરવાથી પિતાને તથા વિશ્વવતી અન્ય લેકેને કેઈપણ પ્રકારને લાભ થતો નથી. આત્મા વિનાની જડ લક્ષમી વગેરે વસ્તુઓ પર જે મૂછ–મમતા નથી, તે તે જડ વસ્તુઓથી આત્મા કદાપિ બંધાતો નથી. મેહના પરિણામ વિના જડ વસ્તુઓ જે આત્માની ચારે બાજુએ ભરી હોય છે, તે તેથી આત્માને જરામાત્ર હાનિ થતી નથી. આત્મા જે મેહપરિણામથી રહિત થાય, તે તેની શક્તિ આગળ જડ વસ્તુ તો ગુલામની પેઠે આજ્ઞાકારીપણે વતે છે.
ત્રણે કાળમાં પુદ્ગલ દ્રવ્યના પર્યાયરૂપ જડ વસ્તુઓમાં સત્ય સુખ આપવાનો સ્વભાવ નથી. જડ વસ્તુઓના સંબંધે આત્મા. શાનિતથી લક્ષમી આદિ જડ વસ્તુઓ દ્વારા સુખદુઃખ મળે છે એમ માની લે છે, પરંતુ વસ્તૃત સમજવામાં આવે તે જડ
૨૦
For Private And Personal Use Only