________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
અધ્યાત્મ મહાવીર પાર પામીને અનંત સુખના ભોક્તા બનશે.
જન્મ, જશે અને મૃત્યુના દુઃખથી સંસારસાગર ભરેલ છે. વૈરાગ્ય પ્રાપ્ત કર્યા વિના સંસારસાગર પર તરી શકાતું નથી. સંસારમાં માયા છે અને તેમાં અનેક પ્રકારનાં છે રહેલાં છે. કાલે ઉપાયો કરવામાં આવે તેપણ સંસારમાં કઈને સુખ મળનાર નથી. જ્યાં સુધી મને અને ઇન્દ્રિોને સુખની લાલચ, ઇચ્છા, વાસના છે, ત્યાં સુધી સંસાર છે. રાગદ્વેગવાઈ મન તે સંસાર છે. અને રાગદ્વેષથી રહિત મન તે જ મેક્ષ છે. સંસારમાં અહંતા અને મમતા એ જ મહાબંધન છે.
' જે શરીર મહા બળવાન દેખાય છે તે પણ તેમાંથી આત્મા ગયા પછી દુર્ગધી બની જાય છે. જે પૃથ્વી કે માટી પર બેસવામાં આવે છે તે માટી પૂર્વે અસંખ્ય જીવોના શરીરરૂપે હતી અને તેમાંથી ભવિષ્યમાં અનંત જીવોનાં શરીર બનશે. સંસારમાં સર્વ પદાર્થો અનેકરૂપે કર્યા કરે છે. ચન્દ્ર, સૂર્યાદિ ગ્રહે પણ અનેક પર્યાય-પરિવર્તનને પામ્યા છે અને પામશે. માટે કઈ જડ પદાર્થમાં અહંતા–મમતા રાખવી એ કેવલ બ્રાન્તિ છે. સંસારમાં અનંત જાતના ફેરફાર થયા છે, થાય છે અને થશે, એ સંસારને સ્વભાવ છે. માટે તેમાં મુંઝાવું ન જોઈએ.
તારે અને મારા અનેક ભવમાં અનેક વખત સંબંધ થશે છે, એમ શ્રી યશદાદેવી! જાણ.
સંસારમાં જે મનુષ્ય મારા સ્વરૂપમાં મન રાખીને અનાસક્તપણે વિચરે છે તેઓ જળમાં કમલની પેઠે ન્યારા રહે છે. તેઓ સંસારમાંથી મુક્ત, સિદ્ધ, બુદ્ધ થાય છે. ઘાંચીની ઘાણીના વૃષભ (બળદ)ની પેટે જેઓ અંધ બનીને વહ્યા કરે છે અને દેવ, ગુરુ, ધર્મનું અવલંબન કરતા નથી તેઓ સંસારનાં પરિભ્રમણને અંત લાવી શકતા નથી. ઝાંઝવાના જળની પેઠે સંસારમાં સત્ય સુખની આશા રાખવી વ્યર્થ છે. અનંતીવાર ભોગ ભોગવવા છતાં સંસારમાં
For Private And Personal Use Only