________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ-સંયમનું સ્વરૂપ
૨૯૭ હતા. તેઓએ જડ વસતુઓની અસારતા અને અનિત્યતા જાણી ત્યાગમાર્ગ ગ્રહણ કર્યો હતે, કર મનુષ્યને સંયમમાર્ગમાં ચઢાવ્યા રહેતા અને પિત પરમાનન્દને પામ્યા હતા.
શરીરના રૂપસૌન્દર્યને ભેગ કરતાં કઈને તૃપ્તિ થઈ નથી અને ભવિષ્યમાં કેઈને થનાર નથી. ચામડીના ભેગથી કેઈને સત્ય સુખ થયું નથી અને થનાર નથી. પુરુષ અને સ્ત્રીના શરીરની ચામડીના રૂપમાં અનેક લેકે મોહ પામે છે અને તેમાં સુખની બુદ્ધિથી પરસ્પર પ્રેમ અને મેળને ધારણ કરે છે, પરંતુ ત્યાં વસ્તુતઃ સત્ય પ્રેમ, સત્ય સુખ અને સત્ય મેળ નથી. જડ વસતુઓના લેગ માટે તે પ્રેમ તે વિશુદ્ધ પ્રેમ નથી, પરંતુ કામમાહ છે. તેઓને મેળ પણ સત્ય હોતું નથી. અનેક પ્રકારનાં રૂ૫માં મોહ પામેલાઓ અજ્ઞાનરૂપી અંધકારમાં પ્રવેશ કરી અનેક પ્રકારનાં કષ્ટ અને દુઃખ પામ્યા છે, પામે છે અને પામશે. સ્પર્શ સુખ માટે લેકે રાત્રિદિવસ મૈથુન અને કામપ્રવૃત્તિમાં ગૂંથાઈ, મારા બધથી વિમુખ વતી અનેક પ્રકારનાં દુખે પામ્યા છે, પામે છે અને પામશે. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયમાં થયેલ રાવણરાજા પરસ્ત્રીસંગના મેહથી મહા દુઃખ પામ્યો હતે.
વૈરાગ્યથી ત્યાગની સિદ્ધિ થાય છે, વૈરાગ્યથી સંયમની સિદ્ધિ થાય છે અને વિરાગ્યથી શુદ્ધ પ્રેમ તેમ જ વિશિષ્ટ ભક્તિની સિદ્ધિ થાય છે. વૈરાગ્યબળે અન્યાય, અનીતિ, દુષ્ટ કામ, જુલ્મ આદિ પાપકર્મોનો નાશ થાય છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી ત્યાગમાર્ગમાં મૃત્યુ પામતાં લેશમાત્ર ભીતિ પ્રગટતી નથી. સર્વ પ્રકારના અશુદ્ધ રાગદ્વેષના અભાવ વડે વૈરાગ્યભાવને પ્રગટભાવ થાય છે. સર્વ પ્રિક્વરની અશુભ આસક્તિઓને નાશ કરનાર જ્ઞાનગતિ વૈરાગ્ય છે.
આ વિશ્વમાં નિરાસક્ત પણે સર્વ કર્તવ્ય કર્મો કરવાની ચોગ્યતા. પ્રાપ્ત કરવામાં વૈરાગ્યની અત્યંત જરૂરી છે. સર્વ પ્રકારના રાગાદિ કષાને ઉપશમ, ક્ષાપચય અને ક્ષય કરનાર તથા જડ વસ્તુથી
For Private And Personal Use Only