________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
અધ્યાત્મ મહાવીર એમાં મોહ હેય છે ત્યાં સુધી વૈરાગ્ય નથી. કેઈપણ જડ વસ્તુ પિતાની થઈ નથી અને થવાની નથી. પાંચ ઇન્દ્રિયના વિષયમાં સુખબુદ્ધિથી પ્રવર્તતાં કેઈને કદાપિ સત્ય સુખ મળ્યું નથી અને મળનાર નથી. વીજળીના ચમકારાની પેઠે જડ પદાર્થોની ક્ષણિકતા છે. સંધ્યા-રાગની પેઠે જડ ભેગે ક્ષણમાં ટળી જાય છે. હાથીના કાનની પેઠે લક્ષમી ચંચળ છે. તે લક્ષમીમાં વસ્તુતઃ લક્ષમીપણું નથી. જે જે પદાર્થો મોહક લાગે છે તે ફક્ત મનમાં પ્રગટેલા મોહથી મોહક લાગે છે. વસ્તુતઃ તે જડ પદાર્થો મેહક અને સુખદાતા નથી. ફક્ત તેમાં સુખની ભ્રાંતિથી જીવો બ્રાન્ડ બની મનુષ્ય જન્મ હારી જાય છે.
સંસારના સર્વ જડ પદાર્થોમાં કિંચિત્ પણ સુખરૂપ સાર નથી. તેમાં સાર માનવે તે અજ્ઞાન મેહ છે. મહાદેવ, દાન, દેવેન્દ્રો, અસુરેન્દ્રો અને ચક્રવર્તી એ પણ જડ વસતુરૂપ લક્ષ્મીના વૈભવથી સત્ય સુખ પામ્યા નથી અને પામશે નહીં. કેઈની સાથે જડ લક્ષમી, સત્તા, શરીર વગેરે ગયાં નથી. અહંતા, મમતા એ જ મોહ અર્થાત માયા છે. તેના કહેવા પ્રમાણે જે જીવે વતે છે તેઓ ચોરાસી લાખ જીવનમાં વારંવાર જન્મ-મરણ પામ્યા કરે છે. જે શરીર પર મેહ થાય છે તે શરીર પાણીના પરપોટાની પેઠે નાશ પામે છે. જડ પદાર્થો અનેક ઉત્પાદ-વ્યયનાં પરિવર્તન પામ્યા કરે છે. સંસારમાં સ્થૂલ અને સૂક્ષમ સર્વ પદાર્થો પરિવર્તનશીલ અને ક્ષણિક છે, તેમ તે જડ દ્રવ્યપણે ધ્રુવ છે.
અનાદિકાળથી આત્માએ મેહના સંગે શરીરને ગ્રહણ કરે છે અને મૂકે છે. સંસારમાં કે ઈ મેઈનું શરણ નથી. પૂર્વે શ્રી ઋષભદેવના અઠ્ઠાણુ પુત્રેએ સંસારની અનિત્યતા સમજી ત્યાગમાર્ગ ગ્રહણ કર્યો હતો અને આત્માના અનંત સુખને પામ્યા હતા. સેળમા તીર્થંકર શ્રી શાંતિનાથ તથા સત્તરમા કુંથુનાથ અને અઢારમા તીર્થંકર શ્રી અરનાથ ચવતી હતા. તેઓ છ ખંડના કતા
For Private And Personal Use Only