________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાંગ–સયમનું સ્વરૂપ
૨૯:૫
આત્મજ્ઞાન થાય છે ત્યારે ત્યાગની ઉપચાગિતા સમજાય છે. આત્મા જ્યારે આત્માના સ્વરૂપમાં પરિણમે છે ત્યારે સ્વયમેવ ત્યાગ થઈ શકે છે. તે સાહજિક નૈયિક ત્યાગ છે. મનમાં પ્રગટતા કામ, ક્રોધ, લેાભ, માન, માયા, મત્સર આદિશુ.ાના ત્યાગ કરવાથી ત્યાગમાની સિદ્ધિ થાય છે. જેષ્ઠ જેમ સંયમ દૃઢ થતે જાય છે તેમ તેમ ત્યાગમાગ માં વિશેષ અભિક્રમ થતા જાય છે. સંયમ ત્યાગને ખીલવે છે અને ત્યાગથી સયમ ખીલે છે. જડ વસ્તુએમાં રાગ અને દ્વેષભાવે પરિણમ્યાથી સ`સાર છે, અને જડ વસ્તુઓમાં રાગ અને દ્વેષભાવે ન પરણમવુ' તે ત્યાગ કે મેક્ષ છે.
ભવ્યાત્માએ જડ વસ્તુએમાં મહત્વ-મમત્વભાવથી મુક્ત થાય છે ત્યારે તેઓ રામદ્રેષરૂપ દ્રથી અતીત ચૂઈ શુદ્ધત્મ એક અદ્વૈતરૂપે થઈ રહે છે. તે રાગદ્વેષના દ્વૈત વિના અદ્ભૂત બની, મનમાં ઊપજતા ભેદભાવને દૂર કરી આત્મામાં સર્વત્ર અભેદભાવે પરિણમે છે. મન, ઇન્દ્રિયા, શરીર, પ્રાણ એ સર્વ આત્માન્નતિનાં સાધના છે, પણ તેમાં મમત્વ અને અહંભાવના ત્યાગરૂપ ત્યાગ હોય છે તે આત્મા કોઈપણ સ્થાને પ્રતિબદ્ધ થતા નથી. અને તેને વિશ્વમાં કઈ પરતંત્ર કરવા સમ થતુ નથી. તેના આત્માના અનંતગુણુ પ્રકાશ ઉત્તરાત્તર ખીલે છે. આત્માની ઉન્નતિમાં જે સ્વાર્થ સાધનરૂપ અને છે તે સ્વાર્થ નથી, પણ વસ્તુતઃ પરમાથ છે. એવા પરમા રૂપ ત્યાગ માટે જે જે આત્મભેગા આપવા પડે તે ત્યાગ છે.
ત્યાગમળ સમાન કોઈ મળ નથી. દેશ, સંઘ, રાજ્યાદિકની ઉન્નતિમાં પણ દ્રવ્ય અને ભાવરૂપ ત્યાગ વિના એક પગલું પણ આગળ ભરી શકાતું નથી. ત્યાગ વિના આત્મશ્રદ્ધાબળ ખીલતુ નથી. ત્યાગમાં સેવા, ભક્તિ, યજ્ઞાદિક સર્વ ધર્મો અને તેનાં કર્મ સમાય છે.
વૈરાગ્ય :
વૈરાગ્યથી ત્યાગમાગ માં પ્રવેશ થાય છે. સાંસારિક જડ વસ્તુ
For Private And Personal Use Only