________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦. ત્યાગ-સંયમનું સ્વરૂપ
યશોદા : પરમદેવ મહાવીર પ્રભે ! આપ ત્યાગ–સંયમમાં આરૂઢ થવાના છે, તે હવે કૃપા કરીને ત્યાગ-સંયમનું સ્વરૂપ સમજાવશે.
શ્રી મહાવીર દેવઃ યશેડા દેવી ! આ વિશ્વમાં ત્યાગ સમાન કેઈ ઉત્તમ ધર્મ નથી. મન, વાણી, કાયા, ધન, સત્તા વગેરેને પરમાર્થમાં ત્યાગ કરે છે ત્યારે છે. માનાંક પરિણામની અપેક્ષા
એ ત્યાગને અસંખ્ય ભેટ છે. જે જડ વસ્તુઓ આત્માની નથી તેમાંથી આત્મબુદ્ધિનો ત્યાગ કર તથા જડ વસ્તુઓમાં થતા અહેવ-મમત્વ ત્યાગ થવો તે ત્યાગમાર્ગ યાને ચારિત્રમાર્ગ છે. જેમ જેમ ત્યાગ થતું જાય છે તેમ તેમ આત્માનાં આનંદ, સુખ અને આત્મબળ વિકાસ પામે છે.
દરેક જડ ચીજની ઉપગિતા અને આવશ્યકતા જેટલી વધારવી હોય તેટલી વધે છે અને જેટલી ઘટાડવી હોય તેટલી ઘટે છે. જડ વસ્તુઓને સુખને માટે સંગ્રહ કરવામાં આવે છે અને એ સંગ્રહને માટે આશા-લોભમાં મશગૂલ બની અનેક જાતનાં માનસિક, વાચિક અને કાયિક પાપ કરવામાં આવે છે. તેથી ઊલટી દુઃખની પરંપરામાં વૃદ્ધિ થાય છે અને સત્ય સુખ મળતું નથી. તેથી મૃત્યુસમયે જો પશ્ચાત્તાપ કરી હાથ ઘસે છે.
For Private And Personal Use Only