________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર - ભમાવ્યાથી આડાઅવળા ન જાઓ. મારી પાછળ ચાલનારા તમો કષાય-લૂંટારાઓને વિશ્વાસ ન રાખો, વિષયરૂપ વૃક્ષનાં વિષફળ ન ખાઓ.
મારા માર્ગમાં ચાલનારાએ તમે શૂરતા, ઉદ્યમ, સાહસ, ધર્ય, જ્ઞાન, ખંત, ચીવટ, સંતેષ, ખબરદારી, ચતુરાઈ, વિશુદ્ધ પ્રેમ, પ્રામાણિકતા, ધ્યાન, એકલક્યતા આદિ ગુણેને ધારણ કરી આગળ વહે. ઊઠે, જાગ્રત થાઓ અને પૂર્ણ વિશ્વાસથી મારી તરફ દષ્ટિ ફેરવી ગમન કરો.
મારા પર જેટલો શ્રદ્ધા પ્રેમ છે તે પ્રમાણમાં હું તમારો સહાયક છું. જેવા રૂપે દેખવા ઈચ્છશે તેવા રૂપે હું તમારી આગળ દેખાઈશ. જેવા રૂપે મળવા માગશો તેવા રૂપે હું મળીશ. મારી પાછળ આવનારાઓ ! તમારા ધ્યેયરૂપ હું બની તમને માર્ગમાં ચાલવાની શક્તિ આપું છું, પણ કર્મોદયથી તમને દુઃખે અને સંકટે પડે તેથી - અવિશ્વાસી બની પાછા ન ફરો.
મારા માટે જેટલા વહેલા મરશો તેટલા વહેલા મને મળશે અને જીવશે. મારામાં મન રાખીને આવનારા ગૃહસ્થો અને ત્યાગીએને હું પિતે આત્મા જ મનમાં સત્ય સ્કૂરણાઓ પ્રગટાવીને આગળ ચલાવીશ. તમે છે તે હું જ આત્મા છું—એવા ભાવે હું તમારા રૂપ બની બોલું છું અને તમને શુદ્ધાત્મરૂપ હું છું તેને છેવટને ખ્યાલ આપું છું.
મારામાં તમને એકીભાવે રસનાર શુદ્ધ પ્રેમરસ છે.
શરીરધારી ચેતન એ બ્રહ્માંડ છે. એવાં અનંત બ્રહ્માંડો ચારે બાજુએથી મારા તરફ ગમન કરે છે અને મારા તરફ આવે છે. મારા શુદ્ધાત્મપરબ્રહ્મરૂપમાં રંગાઈને મારી પાસે આવે. ચતુદંશ ગુણસ્થાનકકમાહી થઈ મારી પાસે આવે અને મારા સમ બને.
ત્યાગાવસ્થામાં સાડાબાર વર્ષ પછી તો મારી પાસે આવશે. ગૃહસ્થાવાસમાં અને ત્યાગાવસ્થામાં મારા શુદ્ધાત્માને એક જાણે. તમારું કલ્યાણ થાઓ! શાંતિ, સુખ પામ!
For Private And Personal Use Only