________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોધામૃત
૨૯૯ ચૌદ રાજલેકમાં જેટલી વસ્તુઓ છે તેટલી મનુષ્ય શરીરમાં છે.
મનુષ્ય શરીરમાં નાભિથી સાત રાજલક ઉપર છે અને સાત રાજલેક નીચે છે. મનુષ્ય શરીરમાં નાભિથી ઉપર ત્રણ ચક્ર છે. અને નાભિથી નીચે ત્રણ ચક છે. ચૌદ રાજલોકમાં જેવી તીરછી નાડી છે તેવી મનુષ્ય શરીરમાં ગુદાથી મસ્તક પર્યન્ત ગયેલા મેરુદંડમાં સુષુમણા નામની તીરછી નાડી છે. નાભિથી ઉપર દિવ્ય બાર દેવકની આધ્યાત્મિક રચના છે. ગળાના ભાગમાં નવ ગ્રેવેયકની રચના છે અને બે ભમરોની વચમાંથી ત્રિવેણી–ત્રિપુટી છે. ત્યાંથી પાચ અનુત્તર વિમાનો આવે છે. નાભિથી નીચે સાત નરકેના સાત રાજલેક છે.
શરીરની રચના પ્રમાણે ચૌદ રાજલેકની રચના છે. શરીરમાં નવગ્રહ છે, સાત સમુદ્રો છે. જેટલાં દ્રવ્યશરીરે છે તેટલાં બહાર ચૌદ રાજકમાં છે. માટે જ પિંડના જ્ઞાનથી અને આત્મજ્ઞાનથી બ્રહ્માંડનું જ્ઞાન થાય છે.
પિંડમાં જે સૂક્ષ્મ છે તે બહાર બ્રહ્માંડમાં કેટલુંક પૂલ છે. પિંડને ઉત્પાદ-વ્યય છે અને દ્રવ્યપણે પિંડદ્રવ્યનું ધૃવત્વ છે, તેમ ચૌદ રાજલકમાં સર્વ દ્રવ્યના પર્યામાં ઉત્પાદ-વ્યય થયા કરે છે અને દ્રવ્યરૂપે તે ધૃવત્વ છે.
પિંડમાંનાં જડ અને આત્મદ્રવ્યમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એ છ કારક ઔદયિકભાવે તથા પારિણામિકભાવે વર્તે છે, તેમ ચૌદ રાજલકમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ એ ષકારક વર્યા કરે છે.
મનુષ્ય શરીરમાં રહેલું આત્મદ્રવ્ય નિત્ય છે. મનુષ્ય શરીરમાં રહેલ આત્મા જેમ પર્યાય દષ્ટિએ અનિત્ય છે, તેમ ચૌદ રાજલેકના આત્માઓના જે જ્ઞાનાદિ પર્યાયે છે તે સેય તથા જ્ઞાનના પરિણામના ફેરફારની અપેક્ષાએ અનિત્ય છે.
For Private And Personal Use Only