________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર થશે નહીં. જ્યારે હું સમવસરણમાં બેસી આજથી સાડાબાર વર્ષ પછી ચતુર્વિધ સંઘના મહાસામ્રાજ્યની સ્થાપના કરીશ ત્યારે ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, સુધર્મા વગેરે અગિયાર ગણધરોને સ્થાપીશ. તેઓ દ્વાદશાંગીની રચના કરશે. ગૃહસ્થના સંસ્કાર, પૂજા, મંદિર, મંત્રાદિક સૂક્તોવાળા નિગમની રચના કરશે. ગણુધરે ચતુર્દશ પૂર્વની રચના કરશે. ચાર અનુયેગની રચના થશે. સ્થવિરે પ્રકરણ, પન્ના વગેરેની રચના કરશે. તીર્થકરોના ઇતિહાસનાં પૂર્વનાં પુરાણેના સારવાળાં પુરાણેને મુનિએ રચશે. સૂત્રગ્રન્થ, આગમગ્રન્થ વગેરે શાસ્ત્રો બ્રાહ્મી આદિ લિપિમાં લખાશે અને શાસ્ત્રોમાં મતભેદ પ્રગટશે ત્યારે આચાર્યાદિનાં હૃદયમાં ઈન્દ્રાદિકે અવતરી અને શાસનભેદ ટાળી આત્મારૂપ જૈનધર્મમાં લેકેને દાખલ કરશે. સર્વોપાધિ રહિત આત્મવીરદશા :
આત્મા સત્ છે. તે જ ચિત્ અને આનંદરૂપ છે. તે જ - હું મહાવીર અને તમે છે. સર્વ વિશ્વ છે. આત્માની સ્વતંત્રતા
એ જ ખરી સ્વતંત્રતા છે. આત્મા વિના એકલા જડની ઉપાસના પૂજા કરનારા અને તેથી સ્વતંત્રતા માનનારા અજ્ઞાની જ જડ છે. આત્માની સ્વતંત્રતામાં સર્વ વિશ્વની સ્વતંત્રતા સમાય છે. પંચભૂતનું સામ્રાજ્ય ગમે તેટલું ઉત્તમ હોય તે પણ તે આત્મસામ્રાજ્ય આગળ તે તૃણવત્ છે.
ભક્તિ, જ્ઞાન, સેવા, ઉપાસના, કર્માદિ સર્વ ગેનું મૂળ આત્મા છે. આત્મા તરફ લક્ષ્ય રાખી વેષ-ક્રિયાદિ બાહ્ય મતાંતરની મમતા. વાસના, પક્ષપાત છેડે અને આત્મામાં લગની લગાવો. શરીર અને પ્રાણાદિ કરતાં આત્માને પૂર્ણ પ્રિય માને.
આત્મા સર્વ યુગેરૂપ છે. સત્યમાં રમનાર આત્મા સત્યરૂ૫ યુગ છે.
For Private And Personal Use Only