________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર ગામ, પુર, નગર, વન, નદી, પર્વત, દ્વીપ આદિ સ્થળામાં રહેલા ત્યાગીએ ફલાદિકથી જીવનનિર્વાહ ચલાવીને અને જ્ઞાન, યોગ, ભક્તિ આદિથી આત્મવિશુદ્ધિ કરીને મહાત્માઓ બની તેમ જ સર્વ પ્રવૃત્તિમાં સ્વતંત્ર બની વિશ્વનું કલ્યાણ કરે છે. ત્યાગીએ પિતાને ગ્ય લાગે તે પ્રમાણે પ્રવૃત્તિ-નિવૃત્તિ, ગ્રહણ-ત્યાગ કરીને વિશ્વના લોકોને આત્મસુખને લાભ આપી શકે છે.
આત્મસુખ પ્રાપ્ત કર્યા વિના કોઈ મનુષ્ય કરીને ઠામે બેસી શકતો નથી. પિતનું બૂરું કરનાર વિશ્વનું અશુભ કરવામાં ભાગી બને છે અને પિતાના આત્માની શુદ્ધિ કરનાર મહાત્મા સ્વયં વિશ્વકલ્યાણુમાં ભાગી બને છે.
મનુષ્ય! દેવ! જાગ્રત થાઓ. ઊઠે. આમન્નતિ કરો. સર્વ આત્માઓ હળીમળીને ચાલે અને પરસ્પર સહાય આપે. સત્ય બેધ:
તમો તમારી ઉન્નતિ કરે. તો અન્યાત્માઓની નિંદામાં ન પડે. અન્ય કરતાં પિતાને શ્રેષ્ઠ કે ઉત્તમ માનવાને અહંકાર ન કરો. તમારામાં જે કંઈ સારું હશે તેને પ્રકાશ થયા વિના રહેવાનો નથી. સત્યનો જય છે અને અસત્યનો છેવટે પરાજય છે, એવો વિશ્વાસ રાખી પ્રવર્તે.
તમો સવે એક સંઘાભા થઈને પ્રવર્તી અને એકબીજાના ભલામાં પ્રવર્તે. આત્માનું મૃત્યુ નથી અને આત્માને જન્મ નથી. શરીરે તે વસ્ત્રની પેઠે બદલાય છે, એમ માની નિર્ભય બની બાહ્ય જીવને જી.
અત્યંત આસક્તિ એ જ સર્વ વિનાશનું મૂળ છે. બળવાનને દયા-ક્ષમા ઘટે છે. અશક્ત મનુષ્ય દયા-ક્ષમા કરી શકતો નથી. સમભાવની વિચારભાવનાથી આત્માની પુષ્ટિ કરે. વિશ્વના સર્વ જીવેને તમે સત્ય હૃદયથી ચાહે અને ચાહવામાં અનેક ખાને
For Private And Personal Use Only