________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૯
બેધામૃત આલંબન દ્વારા પ્રકૃતિરહિત શુદ્ધાત્મમહાવીરાદ્વૈત પરબ્રહ્મ બને. આત્મશુદ્ધિ :
મનુષ્ય વગેરેનાં શરીરે, મને વગેરે યદ્યપિ ક્ષણિક અને પ્રકૃતિ કાર્ય છે, તે પણ તેઓની પ્રાપ્તિ, તેઓની ઉન્નતિ અને રક્ષા વડે તેઓના આલંબનસાધનથી મુક્તિમાર્ગમાં ગમન કરાય છે.
ભવ્યાત્માઓ! શરીરની ઉપગિતા સમજે અને આમેનતિ માટે શરીર પર આસક્તિ ન રાખે. જડ પ્રકૃતિની સહાય વિના આત્માની સ્વતંત્ર મુક્તતા થતી નથી.
જેને જે અધિકારે જે ત્યાગની જરૂર છે તેને તે થકી. આત્મોન્નતિ છે. અધિકાર વિનાના ત્યાગથી પતિત થવું પડે છે. કેઈએ પોતાની શક્તિ પ્રમાણે ત્યાંગમાર્ગ ગ્રહણ કર્યો હોય તેમાં
સહાયક બનો.
અનાદિકાળથી આત્માઓ અને જડ દ્રવ્યો છે. બન્નેની શક્તિ અનંત છે. જડ વીરશક્તિ અને ચેતન વીરશક્તિને વિવેક કરો. જડ શક્તિઓથી સત્યાનંદ મળતું નથી; આત્મશક્તિઓથી પરમાનંદ મળે છે. બાળકો, બાલિકાઓ, પુરુષ અને સ્ત્રીઓ સોંપાધિવાળાં દુઃખની નિવૃત્તિરૂપ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
જેઓના આત્માઓ શુદ્ધ, સ્વતંત્ર, ત્યાગી બની શકે છે તેઓ વિશ્વના લોકોનું ઉત્તરોત્તર વિશેષ કલ્યાણ કરી શકે છે. જેઓ - એ શરીર કરતાં મન સુધાર્યું છે તેઓ પિતાનું તથા વિશ્વનું વિશેષ પ્રમાણમાં કલ્યાણ કરી શકે છે. જેઓએ મનને સુધારી આત્માની વિશેષ શુદ્ધિ પ્રાપ્ત કરી છે તે વિશ્વના લેકેનું ઘણું કલ્યાણ કરી શકે છે.
શરીર કરતાં વાણીની, વાણી કરતાં મનની અને મન કરતાં આત્માની વિશુદ્ધોતિ પોતાની તથા વિશ્વની પ્રગતિમાં અનંત શુeણ ઉપયોગી છે.
For Private And Personal Use Only