________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધામૃત
૨૬૫ ભમાં અનેક શરીર પર મેહ રાખ્યો. તથા અનેક નામ ધારણ કર્યા, પણ તેથી આત્મા કર્મ સંબંધથી મુક્ત થશે નહીં.
હાલ વર્તમાનકાળમાં જે જે શરીર, પ્રાણ, રૂપ અને નામના મેહમાં આત્માઓ મૂંઝાયા છે તેના મમત્વને ત્યાગ કર્યા વિના, જ્ઞાનપૂર્વક કર્તવ્ય કર્મો કર્યા વિના કોઈ કાળે આત્માએ પૂર્ણ મુક્ત થવાના નથી.
માટે ભવ્યાત્માઓ! તમે જે ત્યાગ કરવા ચોગ્ય હોય તેને ત્યાગ કરે અને શુદ્ધાત્મપૂર્ણ મહાવીર પ્રભુ, કે જે હૃદયમાં છે અને શરીરમાં છે, તેને પૂર્ણ પ્રેમથી ગ્રહણ કરો:
આત્મા તે જ પરમસત્ય છે. પૌદ્ગલિક પદાર્થો કે ઈના થયા નથી અને થવાના નથી. આયુષ્યને ભરોસો નથી. દુનિયાના સર્વ પદાર્થોનું રૂપાન્તરે પરિવર્તન થયા કરે છે. આ વિશ્વમાં કઈ એક રૂપે રહ્યું નથી અને રહેવાનું નથી.
આયુષ્ય વીજળીના ઝબકારા જેવું ક્ષણિક છે, જળના તરંગની પેઠે યૌવન છે. અનેક ઉપઘાત અને ઘાતથી આયુષ્ય • ભયવાળું છે. મરતી વખતે જીવોની સાથે તન,ધન, પૃથ્વી વગેરે કંઈ જતું નથી. જે શરીર બળવાન દેખાય છે તે પણ વૃદ્ધાવસ્થામાં નિર્બળ થઈ જાય છે. વાસના, ઇચ્છા, તૃષ્ણાના સાગરને કઈ પાર પામ્યું નથી. કેઈનું ધાર્યું થતું નથી.
કર્માધીન છો શરીર છોડીને પરભવમાં તારખડતા ચાલ્યા જાય છે અને સગાંવહાલાં બેઘડી શેક કરીને પોતે પણ સંસાર- સમુદ્રના પ્રવાહમાં તણાયાં કરે છે.
આ વિશ્વમાં કેઈનું અભિમાન છાજર્યું નથી અને કેઈને છાજવાનું નથી. કર્યા કર્મભોગવ્યા વિના કેઈને છૂટક થયો નથી અને થવાનું નથી. પ્રાા, વિષ્ણુ, મહેશ્વર, ઈન્દ્રાદિકે કર્માનુસાર પ્રવર્યા કરે છે.
For Private And Personal Use Only