________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२६४
અધ્યાત્મ મહાવીર આવરને આમે પગથી જે ત્યાગે છે તેઓ પરમાત્મા બને છે.
ક્ષમા, આર્જવ, માર્દવ, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, નિષ્કામતા અને બ્રહ્મભાવ એ દશ ત્યાગમાર્ગનાં પગથિયાં છે. બાર ભાવનાઓથી ત્યાગમાગમાં પ્રવેશ થાય છે.
જેને આત્મા વિના અન્ય જડ વસ્તુનું મમત્વભાવે ગ્રહણ નથી તેને ત્યાગ છે અને જેને ગ્રહણ છે તેને ત્યાગ નથી.
સર્વ જીની ભક્તિ કરનારા કર્મયેગીઓએ ત્યાગમાગના ગુણે પ્રકટાવવા જોઈએ.
ગૃહસ્થદશા અને ત્યાગદશાના આદર્શાવાળું જીવન પ્રાપ્ત કરવાથી અંતરાત્માઓ શુદ્ધાત્મનિર્વાણપદને પામે છે.
ગૃહસ્થને આદર્શ ગૃહસ્થજીવન મેં ગૃહસ્થદશાને આચરી જણાવ્યું છે અને હવે ત્યાગીઓને ત્યાગદશાનું આદર્શ જીવન જણાવીશ.
ત્યાગમાં પ્રથમ મેહ, કામ અને વાસનાઓનું મરણ છે. જેઓ જીવતાં બાહા મેહાદિ ભાવોથી મરતા નથી તેઓ ત્યાગનું ખરું અધ્યાત્મસ્વરૂપ અનુભવી શક્તા નથી. સર્વ ઔદયિક વૃત્તિઓને ઉપશમાવવામાં ત્યાગ છે. ત્યાગનાં અસંખ્ય પગથિયાં પર આહવાથી મારા સ્વરૂપને લોકો પામે છે.
કોઈ આત્મા કોઈ ઊંચે પગથિ હોય છે તે કઈ તેથી નીચે પગથિયે હોય છે. તેમાં ઉચ્ચનીચને ભેદ ત્યાગવાથી સર્વ લેઓનું પણ કલ્યાણ સાધી શકાય. ક્ષણિકતા :
કર્મવેગે સંસારમાં જીવે અનંતકાળથી પરિભ્રમણ કરે છે. અનેક શરીરે ગ્રહ્યાં અને મૂક્યાં છે, પણ અજ્ઞાન અને
હજી સુધી સત્ય શાંતિ પામતા નથી. અનેક
For Private And Personal Use Only