________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮. બેધામૃત દેવલ ઋષિઃ નરનારાયણ, અત્રિ, અંગિરા, વાયુ, ભરતાદિ ઋષિઓ! અહિ આ જ ભારતદેશાદિ દેશમાં પરમાત્મમહાવીરની ત્યાગદીક્ષા મહોત્સવ થઈ રહ્યો છે! આ જ વિશ્વોદ્ધાર થવાનો. પ્રકાશ ઝળહળી રહ્યો છે.
સર્વે ઈન્દ્રો અને ઈન્દ્રાણીઓ, ચતુર્વિધ નિકાયના અસંખ્ય દેવ અને દેવીઓ અત્રે આવ્યાં છે. આકાશમાં તલ જેટલી જગ્યા ખાલી નથી.
ભારતાદિ સર્વ દેશના રાજાઓ અને પ્રજાઓ અત્રે મહેસવમાં આવ્યાં છે.
નંદિવર્ધન રાજાએ ચંદ્રપ્રભા શિબિકા તૈયાર કરી છે. દેવે, રાજાઓ, ઈન્દ્રો અને ઇન્દ્રાણીઓ પ્રભુને નવરાવી ચંદ્રપ્રભા પાલખીમાં બેસાડે છે. ક્ષત્રિયકુંડ નગરમાં તલ પડે તેટલી જગ્યા ખાલી નથી. શ્રી વર્ધમાન મહાવીર, પ્રભુ પાલખીમાં બેસે છે. પાલખીને નંદિવર્ધન. -વગેરે રાજાઓ અને ઇન્દ્રો તેમ જ દે ઉપાડે છે. ઋષિઓ, બ્રાહ્મણે પ્રભુના નામને જયઘોષ કરે છે.
જુઓ ! ઈન્દ્રાણીઓ અને દેવીઓની પાછળ દેવી યશોદા તથા પ્રિયદર્શના ચાલે છે. ઈન્દ્રાણીઓ, દેવીઓ અને માનવીએ
For Private And Personal Use Only