________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
અધ્યાત્મ માવતર છીએ, પૂજીએ છીએ. , શુદ્ધ બ્રહ્મ તે આપે છે. સર્વ વૃત્તિઓમાં અને સર્વ વૃત્તિઓની પેલી પાર પણ આપે છે. દેહાધ્યાસ ત્યજીને જે મનમાં જાય છે અને મનને છેડીને જે આત્મામાં જાય છે તે આપોઆપ પરબ્રહ્મ મહાવીર બને છે.
પૂર્વે થયેલા શ્રીરામે તથા શ્રીકૃષ્ણ શુદ્ધાત્મમહાવીરરૂપ આપને ધ્યાયા હતા.
સ જીવે જે મન વડે જ્ઞાન પ્રકાશ કરે છે તે જ્ઞાનપ્રકાશરૂપ આપે છે. સર્વ વેદ અને ઉપનિષદે શુદ્ધ બ્રહારૂપ આપ મહાવીર પ્રભુની સ્તુતિ કરે છે. .
ઘટના નામરૂપની ઉપાધિથી મૃત્તિકા (માટી) જુદી છે, તેમ નામરૂપાદિથી આત્મમહાવીરૂપ આપ જુદા છે. સર્વ મનુષ્ય અને દેવેના હૃદયમાં આપ અધ્યાત્મમહાવીર છે. દિલના પ્યારા એવા આપ દિલમાં છે, પણ બાહ્ય ચક્ષુથી આપ દેખાતા નથી. આપ સર્વ વિશ્વમાં એક સરખા આત્મતિથી પ્રકાશી રહ્યા છે.
જડ પદાર્થોમાં સુખની આશાએ આસક્ત થયેલાએ ઝાંઝવાનાં જળમાં મૃગલાં ફસાય છે તેમ ભ્રમથી ફસાઈ દુઃખી થાય છે. ધુમાડાના બાચકા ભરવા જતાં જેમ બાચકા ભરાતા નથી, તેમ જડ પદાર્થોમાં અહં ત્ર-મમત્વના ભારથી બંધાયેલાઓને કદાપિ સત્ય સુખ મળ્યું નથી અને મળનાર નથી. * હે પ્રભે! આપ તે અમે છીએ. આપની દૃષ્ટિ તે અમારી
દષ્ટિ છે આપ નામ-રૂપ-જાતિ-લિંગાદિ૨હિત અશરીરી છે. આપનું - નિરાકાર સ્વરૂપ જેઓ અનુભવે છે તે આપરૂપ પિતાને અનુભવે છે. આપ સર્વ પ્રકારની અવસ્થાથી રહિત છો. નામરૂપાદિ ઉપાધિ. એમાં આં એક જ શરીરસૃષ્ટિમાં તથા સંમષ્ટિ સૃષ્ટિમાં નિરુપાધિરૂપ છો.આપના ઓ લયલીન થઈ સમાધિભાવને પામ્યા છે તે
For Private And Personal Use Only