________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫o
અધ્યાત્મ મહાવીર જૈનો બનેલા બ્રાહ્મણની અને જેનેશ્વર એવા મારી ભક્તિને સર્વ વિશ્વમાં પ્રચાર કરનારા ઉપદેશકેની મન, વચન, કાયાથી તથા ધનથી ભક્તિ કરવી. સર્વ તીર્થોનો પ્રકટ કરનાર હું છું, માટે હું તીર્થકર છું
ઉપકાર કરનારા તીર્થો છે. દેશ, રાજ્ય અને સમાજની. વ્યવસ્થા તેમ જ સેવા કરનારા દેશાદિ તીર્થરૂપ છે. સર્વથા લકેત્તર તીર્થરૂપ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ મહાસંઘ તીર્થરૂપ છે. તેમાંથી સર્વ તીર્થો પ્રકટે છે. માટે ચતુવિંધ મહાતીર્થ અને મારી વાણીરૂપ ભગવતી શ્રુતિ તીર્થની જેએ આરાધના કરે છે તેઓ સ્વર્ગ–સિદ્ધિપદ પામે છે.
હે ઈન્દ્રો! તમે જૈન ધર્મના આરાધક છે. નવગ્રહ જૈન. ધર્મના આરાધક છે. દશ દિપાલ જૈનધર્મના આરાધક છે. માટે તમો તીર્થમાં છે. મારી સેવાભક્તિથી જ તમે શુદ્ધાત્મપરબ્રહ્મ મહાવીરપદને પામે છે અને પામશે.
, પુણ્યના, સંવરના અને નિર્જરાના વિચારો અને સત્કર્મો સર્વે તીર્થરૂપ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર તીર્થરૂપ છે. પાંચ પ્રકારનાં જ્ઞાન, ચાર પ્રકારનાં દર્શન અને સાત પ્રકારનાં ચારિત્ર તીર્થ છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, સાગર, નદી, વનસ્પતિ વગેરે ઉપકારક તથા પંચભૂત નિમિત્ત તીર્થ છે. પવિત્ર મન, વાણી અને કાયા તીર્થરૂપ છે.સર્વ તીર્થના પ્રવર્તક ધર્માચાર્યો તીર્થ છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે જે તીર્થ મંદ કે જીર્ણ થયું હોય તેને ઉદ્ધાર કરે એ જીર્ણોદ્ધાર છે. તેની સેવા કરવામાં અનંતગણું ફળ છે. આકાશવિહારી, યન્ત્રવિહારી અને પાદવિહારી તથા વધારી અગર નવન એવા અનેક વેષાચારસંક્તિ મુનિ, ત્યાગી, સાધુ, હંસ, પરમહંસ, કે જે મારા નામનું ભજન-સ્મરણ કરી મારામાં લયલીન રહે છે તથા મારા જ્ઞાનને પ્રચાર કરે છે, તેઓની સર્વસ્વાર્પણથી સેવા કરવી.
પત્નીને પતિ તીર્થ છે. શિષ્યને ગુરુ તીર્થ છે. સેવકને સ્વામી
For Private And Personal Use Only