________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસામાન્ય બોધ
૨૪૮ અનેક પ્રકારે અનેક દષ્ટિવાળું આત્મવીરજ્ઞાન મેં આપ્યું છે. વેતદ્વીપ વગેરે તરફના ઋષિઓને આત્મતત્વજ્ઞાન આપ્યું છે અને ભવિષ્યમાં ત્યાગાવસ્થામાં આપીશું.
વેદમાં જે જ્ઞાન નથી તેવા સર્વ ગુપ્ત જ્ઞાનેને હું પ્રકાશ કરીશ. કેટલાક મારું ધ્યાન ધરનારા રોગીએ અઠ્ઠાવીસ લબ્ધિઓ અને પચાસ લબ્ધિઓને પામશે. તેઓ મારા પર લયલીન બની સ્વતંત્ર અને મુક્ત થશે.
પવિત્ર મહાત્માઓ જંગમ તીર્થો છે. પવિત્ર હૃદયમાં મારે પ્રકાશ અનુભવો. મારું ભજન કરનારાઓની સેવા કરો. અસંખ્ય ઋષિએ, વાસુદેવ, બળદેવ, રામ, અસંખ્ય નારાયણે, અસંખ્ય રુદ્રો—એ સર્વે અનાદિકાળથી શુદ્ધાત્મમહાવીર પ્રભુનું અંતરમાં ધ્યાન ધરીને શુદ્ધ થયા છે.
| સર્વ દેવ અને દેવીઓનાં હૃદયમાં જે જે શુદ્ધતા અને પવિત્રતા છે, જે જે શક્તિઓ છે તે મારું અંતરવીરત્વ છે, એમ જાણું સર્વ પવિત્ર સ્થળોમાં રહેનારા અને મારો જાપ જપનારા
ગી, ત્યાગી, મુનિ, ઋષિઓની મારા ભક્તો યાત્રા કરે છે. તેઓ જિનમંદિરમાં જિનપ્રતિમાઓની માનપૂર્વક યાત્રા કરે છે,
હાલતાચાલતા શરીરધારી આત્મા તીર્થો છે. જેનાથી જૈન ધર્મનું જ્ઞાન થાય તે તીર્થ છે. જ્ઞાન, ભક્તિ, કર્મવેગ, ઉપાસના વગેરે રોગ સાધનારાઓ તીર્થો છે. ગૃહસ્થાવાસમાં પિતા, માતા, વૃદ્ધજન, આચાર્ય, વિદ્યાગુરુ અને ગૃહસ્થ ધર્મગુરુ તીર્થ છે. પવિત્ર અતિથિએ તીર્થ છે. વૃદ્ધ માબાપની સેવા કરવાથી ગુણ મનુષ્ય તીર્થ છે. સાત્વિક મનુષ્ય તીર્થ છે. મારા નામનું ભજન, ધ્યાન ઉપાસના કરનારા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રો આદિ સર્વે તીર્થરૂપ છે.
મારા શુદ્ધાત્મમહાવીરસ્વરૂપ જૈનધર્મમાં બ્રાહ્મણધર્મ, ક્ષત્રિય“ધર્મ, વૈશ્યધર્મ, ધર્મ વગેરે સર્વ લૌકિક ધર્મોને સમાવેશ થાય છે. તેથી શુદ્ધાત્મમહાવીરસ્વરૂપના પ્રેમી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રો વગેરે સર્વ તીર્થો છે.
For Private And Personal Use Only