________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬
અધ્યાત્મ મહાવીર કર્મને નાશ કરવા માટે આત્મદષ્ટિના ઉપયોગથી વર્તો. સર્વ જીવોની જુદી જુદી અવસ્થા જાણવા માટે કર્મદષ્ટિને ઉપયોગ દઈ વ. શુદ્ધ નિશ્ચયષ્ટિએ કર્મને કર્તાહર્તા આત્મા નથી. કર્મના કર્તાહર્તા ન થવું હોય અને બંધ–મોક્ષની કલપનાથી ભિન્ન શુદ્ધ બ્રહ્મવીરભાવમાં રહેવું હોય તો આત્માના શુદ્ધ પગે રહે અને કર્મપ્રકૃતિમાં જડત્વ વિના અન્યભાવને ઉપગ ન મૂકે. દ્રવ્યકર્મ, ભાવકર્મ અને કર્મને પ્રકૃતિરૂપ જાણી પ્રકૃતિમાં અહંન્દુ-મમત્વભાવ ન રાખે. મનને પ્રકૃતિરૂપ જાણી તેમાં શુદ્ધાત્મવીરભાવ ન માને.
પ્રકૃતિ જડ કર્મરૂપ છે. તે આત્માની ઉત્તરોત્તર વિશુદ્ધિમાં હેતુભૂત છે. જ્ઞાનીઓને કર્મ પ્રકૃતિ છે તે આત્મોન્નતિમાં ઉન્નતિના હેતુભૂત જણાય છે. કર્મસ્વરૂપ જાણનાર આત્મજ્ઞાનીએ સર્વ પ્રવૃત્તિઓમાં નિર્દોષ રહે છે. આત્મધ્યાનમાં કર્મનો ઉપગ ન દે. સર્વ કર્મ કરતી વખતે આપગથી . પુણ્ય-પાપ કર્મ :
જે જે રીતે અન્ય જીવેને છ પીડા કરે છે તે તે રીતે તે પિતે પીડા પામે છે. પાપકર્મનાં ફળ અનેક દુઃખો છે; પુણ્યકર્મનાં ફળ અનેક સુખે છે. પાપકર્મ કરતાં પહેલાં મારો ઉપદેશ યાદ રાખે. અંતરાત્મવીરની હૃદયમાં કુરણ–પ્રેરણા થાય છે તે તરફ જુએ અને પાપકર્મથી પાછા હઠે. પુણ્યકર્મને વ્યવહાર શરીર હોય ત્યાં સુધી જીવન્મુક્તદશામાં કર્યા કરે. પવિત્ર દિલ અને પવિત્ર વર્તન રાખો. જેવું વાવશો તેવું લણશો. જેવું વાવશો તેવું ઊગશે. જેવા તમે હશે તેવું પ્રતિબિંબ પડશે. નઠારામાંથી સારા થવું હોય તે મારા પર વિશ્વાસ રાખી સકર્મો કરે.
જે સત્કર્મ કરે છે તેઓને દેખી હું ખુશ થાઉં છું. ગમે તેટલું વાંચે, ભણે, ગાઓ, લખે, વિદ્વાન થાઓ, યંત્ર-મંત્રતંત્ર શીખે, પરંતુ તમારું પવિત્ર દિલ અને પવિત્ર વતન થયા
For Private And Personal Use Only