________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२४५
સર્વસામાન્ય બેધ ન મૂંઝાએ. નઠારા લેક સારા કહે તેના કરતાં જ્ઞાની લેકે સારા કહે તેના પર વિશેષ લક્ષ રાખે. જેઓ મહાદિ કર્મોમાં અકર્મરૂપ રહીને બાહા કર્મોને સ્વાધિકારે કરે છે તેઓને કર્મજ્ઞભક્તો જાણવા. શાતા અને અશાતામાં સમભાવે વર્તો. કર્મના ઔદયિક ભાવમાં નિઃસંગ રહે. આત્મજ્ઞાનથી કર્મ કરે અને કર્મથી અબંધ રહે :
કર્મનું યથાર્થ સ્વરૂપ જેઓએ અનુભવ્યું છે એવા આત્મજ્ઞાની જૈનો રાજ્ય, વ્યાપાર, વિદ્યાદિ સર્વ બાબતેના આગેવાનો હોય છે તો તેથી વિશ્વમાં સર્વત્ર સર્વ પ્રકારની ઉન્નતિ થાય છે અને શાંતિ વતે છે. અજ્ઞાની નાસ્તિકને સર્વ બાબતમાં આગે-વાને થવા ન દે.
આ વિશ્વમાં અજ્ઞાની મૂઢાના સમાન કોઈ દેશ, સંધિ, સમાજ, કુટુંબાદિના દુમને નથી. કર્મનું સ્વરૂપ જાણીને જેએ સેવા કરવામાં અને દેશાદિકની આગેવાની કરવામાં ભાગ લેતાં બીએ છે તેઓને દેશાદિકની પડતી કરનારા કવાથી ભયવાળા જાણવા. તેવા લેકે સત્ય મહાવીરપદ પામવા માટે વીર થઈ શકતા નથી.
આખી દુનિયાના અને કર્મ લાગ્યાં છે તેની ચિન્તા ન કરે. પિતે નિષ્કામ બની કામ કરે. આત્મજ્ઞાનનો બોધ આપવા સમાન કેઈ મહાન ઉપકાર નથી. સર્વ પ્રકારના ઉપકારોને એક ત્રાજવામાં મૂકવામાં આવે અને બીજા ત્રાજવામાં જૈનધર્મને બેધ આપીને મનુષ્યને જૈન બનાવ્યાને ઉપકારધર્મ મૂકવામાં આવે, તે તે સર્વ કરતાં અનંતગણે ચઢી જાય છે.
સર્વ પ્રકારનાં કર્મોનો નાશ જૈનો કરે છે. જેનો વિશ્વમાં સર્વ જંગમ તીર્થોમાં મેરુ સમાન ઉચ્ચ તીર્થ છે. કર્મનું સ્વરૂપ જેવું હું વર્ણવું છું અને ત્યાગી બન્યા પછી ચતુર્વિધ સંઘ સ્થાપી વર્ણવીશ તેવું કેઈએ વર્ણવ્યું નથી અને વર્ણવનાર નથી.
For Private And Personal Use Only