________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
અધ્યાત્મ મહાવીર નાશ કરવો હોય તે જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિના પરિણામે પરિણમવાની જરૂર છે.
વિશ્વના સર્વ પદાર્થો, ભોગ્ય શરીરો તથા ધનાદિક વસ્તુઓ ચારે બાજુથી લલચાવવા એકદમ હાજર થાય તો પણ તેમાં જેને શુભાશુભ કામના કે આસક્તિ ન થાય એવી રીતે જે આત્મામાં પરિણમીને બાહ્ય ભેગોને ભેગવે છે અને કર્મો કરે છે તે જીવન્મુક્ત વીરે છે. પદાર્થોમાં જ્યાં સુધી કામ્યબુદ્ધિ છે ત્યાં સુધી એકાંત વનમાં, જંગલમાં કે પહાડમાં જાએ તે પણ સત્ય શાંતિ અને સુખ પ્રાપ્ત થવાનાં નથી. કામ્ય પદાર્થો બંધન કરતા નથી, પણ કામ્ય પરિણામથી બંધાવાનું થાય છે.
સ્ત્રીઓ અને પુરુષ મિથુનાદિ કામવાસનાઓ જીતી શકતાં નથી ત્યાં સુધી તેઓ નપુંસક છે. રૂપમેહ અને ધનમેહમાં ફસાયેલા આત્માએ પ્રજા, સંઘ, દેશ, રાજ્ય, ધર્મ, કુટુંબ, ઘર અને પિતાને નાશ કરે છે. હદ બહારની આશા અને તૃષ્ણાઓને વશ થયેલા આત્માએ સ્વપ્નમાં પણ સુખ મેળવવા શક્તિમાન થતા નથી. દેશમાં, ખંડમાં, રાજ્યમાં, કેમોમાં, કુટુંબમાં, ઘરમાં હદ બહારની આશા અને તૃષ્ણાઓને ધારણ કરનારાઓ પોતે અનેક પ્રકારનાં દુઃખે ભગવે છે અને અને અનેક પ્રકારનાં દુઃખમાં યોજે છે..
જેઓ કર્મનું સ્વરૂપ જાણુને આમે પગથી વર્તે છે અને સભાઓને શુદ્ધાત્મમહાવીરભાવે દેખે છે તેઓ મારી આંખે દેખનારા છે અને મહાદિ કર્મની દૃષ્ટિથી દૂર રહેનારા છે. મારા ઉપદેશ પ્રમાણે કર્મ ન બંધાય એવી રીતે સર્વાવસ્થામાં વત. આકાશની પેઠે સર્વ સગી છતાં સર્વથી નિઃસંગ માની પ્રવર્તે. ભૂલે ત્યાંથી પાછા ફરો. મેહીઓના ફંદામાં ફસાએ નહીં.
- અજ્ઞાનીઓ સ્થલ દષ્ટિથી દેખનારા છે, માટે તેઓની સલાહ પ્રમાણે ન વ અને તેઓના મતાભિપ્રાયમાં કે તેમની વાહવાહમાં
For Private And Personal Use Only