________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૭
અધ્યાત્મ મહાવીર એવા ભૌતિકવાદીને મળવાનાં નથી. પતિની સેવા કરનારી પત્ની જેમ શાંતિને પામી શકે છે તેમ શુદ્ધાત્મા મહાવીરસ્વરૂપમાં લય પામનારી મનવૃત્તિઓ શાંતિ પામી શકે છે.
કર્મકૃત અવસ્થામાં સમભાવે રહે અને કર્મને નાશ કરવામાં આત્મપુરુષાર્થ ફેરવે. પૂર્વકૃત કર્મ ભેગ અને મેહ વડે નવીન કર્મ ન બંધાય એ જ્ઞાનેપગ ધારણ કરે. વર્તમાન સમયમાં સર્વે કર્મો કે ભૂત કર્મોને પૂર્વકૃત કર્મો જાણે. ભૂતકાળમાં કરેલાં અશુભ કે શુભ કર્મોમાં સમભાવે વર્તે. વર્તમાનમાં નિષ્કામભાવે કર્મો કરે. કર્મના શુભાશુભદયમાં આત્મા પિતે જ મિત્ર કે શત્રુ છે, તેમાં અન્ય તે નિમિત્ત માત્ર છે. માટે અન્ય જીવે પર હર્ષ કે દ્વેષ. ધારણ કરવો એ ચોગ્ય નથી. જે કર્મવિપાકમાં પિતાને ગરીબ કે હીન માનતા નથી અને આત્મભાવે વર્તે છે તેઓ સત્ય જૈનો છે. કર્મનું સ્વરૂપ:
રાશી લાખ જીવનિઓમાં રહેલા સર્વ જી કમથી. પરતંત્ર છે. યદ્યપિ આત્મા અનંત શક્તિઓનો સ્વામી છે, તે પણ કર્મના સંબંધથી આત્માની શક્તિઓ પર આવરણ આવવાથી આત્મા પિતાની પરમેશ્વરતા અનુભવી શકતા નથી. અંધકારને નાશ કંઈ શસ્ત્રથી થતો નથી; પ્રકાશથી અંધકારને એક ક્ષણમાં નાશ થાય છે. તેમ આત્મજ્ઞાનથી મહાદિકર્મને સહેજે નાશ થાય છે.
જ્ઞાની એક શ્વાસોચ્છવાસમાં કર્મને નાશ કરે છે. કર્મો ક્ષયશીલ હોવાથી જ્યારે ત્યારે તેમનો નાશ થાય છે અને આત્મા નિર્મલ પ્રકાશે છે. જેટલા શુભાશુભ કર્મપર્યા છે તેમાં આત્માનું શુભાશુભત્વ માનવું એ અજ્ઞાન છે. અને કર્મના સર્વ શુભાશુભ પર્યાયમાં આત્માનું શુભાશુભ નહીં માનવું અને આત્માનંદ ઉપગે વર્તવું એ જ સત્ય જ્ઞાન છે. એ જ મુક્ત સ્વતંત્ર આત્મા છે. દેહ-કર્મના સર્વ પર્યામાં કર્તાહર્તાપણું ન માનવું અને આત્માની શુદ્ધ પર્યાયોમાં આત્માનું કર્તાહર્તાપણું માનવું એ જ જ્ઞાનીની જ્ઞ - દશા છે.
For Private And Personal Use Only