________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસામાન્ય છે
૨૩૫. ચિંતા, ભય વગેરેને વિચારમાત્ર પણ કરતા નથી.
શરીર અને પ્રાણ હેય તે હર્ષ અને તેના વિયોગરૂપ મૃત્યુમાં શોક કરવો એ અજ્ઞાન છે. આત્મજ્ઞાની વિરે જન્મ-મૃત્યુમાં સમભાવે વતે છે. જેઓ નાસ્તિકો છે તેઓ દેહવિનાશથી શેક કરે છે. મારાઐકાંતિક ભક્તો મારું સ્મરણ કરી જન્મ-મૃત્યુમાં આત્માનંદમાં વર્તે છે.
બાહ્ય નિમિત્તોમાં ધમધર્મ કે વ્રતાવ્રતાદિ વૃત્તિ જેએની. નથી, જેઓ સર્વ સંકલપ-વિકલ્પ-ઈચ્છારૂપ બંધથી વિરામ પામ્યા છે તેઓ શરીરમાં રહેવા છતાં મુક્ત છે. મુક્ત થવા માટે સર્વ પ્રકારની હઠવૃત્તિ કે હઠાગ વગેરેની ઉપયોગિતા નથી. મુક્ત થવાને સંકલ્પ પણ બંધનરૂપ છે, એમ જાણ સહેજે જેઓ મારા ઉપગમાં વર્તે છે તેઓ મૃત્યુ પછી સાહજિક મુક્તિને પામે છે.
આત્મા જ મુક્તરૂપ છે. સવિકલ્પ-નિર્વિકલ્પ આદિ મુક્તિઓ છે. જેમાં મારા માટે મરે છે, મારા ભક્તોને માટે મરે છે અને મારો ધર્મ પ્રચારવા ખાતર જેઓ મરે છે તેઓ અવશ્ય વર્ગના સામ્રાજ્યને પામે છે. જેઓ મારામાં ચિત્ત રાખે છે તેઓ પ્રાણવિગરૂપ મૃત્યુ પામવા છતાં પણ અમર છે. જેઓ મારા ઉપદેશમાં શ્રદ્ધા રાખે છે તેઓને બાહ્યથી રોગાદિકની વેદના છતાં અંતરમાં દુઃખ થતું નથી. મારા ભક્તો મૃત્યુ વખતે દુઃખ પામ્યા બાદ પછીથી દુઃખ પામી શકતા નથી. મારા ભક્તો મૃત્યુ વખતે ગમે તેવાં દુઃખે વેદતા હોય છે, સન્નિપાત વગેરેથી ગાંડપણુ પામ્યા હોય છે, મનની વિકલતા પામ્યા હોય છે, તે પણ તેઓ આત્મામાં છેઠ ઊંડું મારું સ્મરણ પામે છે અને મારે સાક્ષાત્કાર કરી મૃત્યુ પછી સત્ય સુખ પામે છે.
મારા ભતવીર મનથી ગાંડા કદાપિ બને છે, પરંતુ આત્મામાં તે મૃત્યુ વખતે જાગ્રત હોય છે...એ નિયમ જેઓ જાણે છે તેઓ મારા સર્વ ભક્તો, ગમે તેવા સંગમાં મરણ પામે તો પણ અવગતિ કે અપગતિને પામતા નથી. મારા કેટલાક ભક્તોની મૃત્યુ
For Private And Personal Use Only