________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસામાન્ય બાધ મૃત્યુના સ્વરૂપને બેધ:
સૂર્યોદય થતાં ગમે તેટલું વિશ્વમાં વ્યાપી રહેલું અંધકાર ક્ષણમાત્રમાં નષ્ટ થઈ જાય છે, તેમ મારું જ્ઞાન પ્રાપ્ત કરનારા મનુષ્યો અનંત ભવનાં શુભાશુભ કર્મોને એક ક્ષણમાત્રમાં નાશ કરે છે.
આત્મજ્ઞાનીઓને કર્મને લેપ લાગતું નથી. આત્મજ્ઞાનીઓને મૃત્યકાલે કેઈ સંસારમાં બાંધી રાખવા સમર્થ થતું નથી. આત્મજ્ઞાનીએ શરીરના જન્મ પશ્ચાત્ સમ્યજ્ઞાનથી યુક્ત જન્મે છે માટે તે દ્વિજ છે. એવા દ્વિજોને મેહના ભાવે પુનઃ દેહજન્મથી અવતરવું પડતું નથી. આત્મજ્ઞાનીઓ જળમાં, અગ્નિમાં દેહને છેડે છે તોપણ તેઓ મુક્ત જ બને છે. જેઓ આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન કે મારા શુદ્ધાત્મસ્વરૂપના જ્ઞાનને પામે છે તેઓ દ્વિજે છે.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એ ચારે વર્ણના મનુષ્ય મારામાં ચિત્ત રાખીને મારા નામનું સ્મરણ કરી, સર્વ પાપનો પશ્ચાત્તાપ કરી, મૃત્યકાળે મારું શરણ સ્વીકારી, પવિત્ર બની, સ્વર્ગ કે સિદ્ધિપદને પામે છે અથવા ઉત્તમ મનુષ્યાવતારને પામે છે. જેને ભેગો ભેગવવાની ઈચ્છાઓ રહી હોય તેઓ તેવા અવતાર પામે છે.
દેહમાં સુખ ભેગવાની ઈચ્છા, નામરૂપની અહંતા, મમતા, દેહભેગની પૂજા, દેહની જ ફક્ત સુખાર્થે સેવા આદિ વૃત્તિ કે કર્મો જેનામાં છે તે ગમે તે જાતને મનુષ્ય હોય તે પણ તે શુદ્ર છે. એવી શુદ્ધતા જેનામાં હોય છે તે સ્વર્ગ અને મુક્તિના સામ્રાજ્યનો અધિકારી બનતું નથી. મરણ વખતે જેવા પ્રકારની મતિ હોય છે તેવી ગતિ થાય છે.
અઘાર કર્મ કરનારાઓ પણ મૃત્યુકાળે મારું શરણ અંગીકાર કરી, પશ્ચાત્તાપ કરી રાગદ્વેષ રહિત થઈ, પરબ્રાને પામે છે.
, જડમાં રાગદ્વેષની વૃત્તિ ધરનારા મૃત્યુકાળ પછી જડની સાથે સંબંધિત થાય છે.
For Private And Personal Use Only