________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસામાન્ય બોધ
૨૭
હું અને તમે સત્તાએ એક છીએ. અનંત ધર્મ, દષ્ટિ અને ગે વડે ચગી બનેલા વીરે પિતે પિતાને મહાવીર તરીકે અનુભવે છે. નિમિત્ત દષ્ટિએ આત્મમહાવીર પોતાનાથી ભિન્ન આલંબન-પુઝાલંબન રૂપ છે અને ઉપાદાન દષ્ટિએ આત્મા સ્વયં મહાવીર છે.
મારામાં તમે પરબ્રહ્મ મહાવીરત્વ દેખે. અને અભેદમહાવીર રૂપ બનો. તમે પ્રકૃતિ અર્થાત્ કર્મસંગે સાકાર અને પ્રકૃતિ વિનાની દષ્ટિએ નિરાકાર મહાવીર છો. મનની દષ્ટિએ તમે સેવક છે અને આત્મદષ્ટિએ મહાવીર છે. આત્મામાં મન-બુદ્ધિનો લય કરતાં તમે મારાથી અભિન્ન એકરૂપ સત્તામાં છે. સાકારપરિણામે તમે હસૃષ્ટિના કર્તા, હર્તા, પાલક છે.
કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પાંચના સમવાયથી દરેક કાર્ય બને છે, પણ એ કેથી કાર્યની સિદ્ધિ થતી નથી. અકર્તુત્વ દષ્ટિએ આત્મા અકર્તા છે અને કર્તુ વદષ્ટિની અપેક્ષાએ આત્મા કર્યા છે. આત્મા છે. કર્મ છે. શુભાશુભકર્મનો કર્તા તથા ભક્તા આત્મા છે. તે જ રીતે શુભાશુભકર્મનો હત આત્મા છે. મોક્ષ છે અને મોક્ષના હેતુઓ છે. બાહ્ય દષ્ટિએ કમને કર્તા આમા છે. આન્તરદષ્ટિએ કર્મને હર્તા તથા જ્ઞાનાદિ ગુણના આવિર્ભાવને કર્તા આત્મા છે. વ્યવહારથી આત્મા પુદ્ગલ પર્યાની સાથે પરિણામી છે. અને શુદ્ધ નિશ્ચયદષ્ટિએ પુદ્ગલદ્રવ્યની સાથે આત્મા પરિણમતો નથી.
આત્મામાં પરિણમવું તે આત્મપ્રેમરાગ છે અને વિષયપદાર્થોમાં પરિણમવું તે જડપ્રેમ પરિણમન છે. આત્મમહાવીરમાં પૂર્ણપ્રેમથી પરિણમીને જડ પદાર્થોના વ્યવહારમાં વર્તવું એ જ આત્મપરિણમન વીરદશા છે. આત્મમહાવીરમાં આત્મમહાવીરરૂપે પરિણમવું તે શુદ્ધ નેયિક પ્રેમ છે, શુદ્ધ નૈયિક ભક્તિ છે.
સર્વ પ્રકારના અહંતા–મમતાના અધ્યાસો કરકરીને આત્મ
For Private And Personal Use Only